દિલ્હી-

વડા પ્રધાનના હસ્તે ઉદ્ધાટન કરાયેલા સાત પ્રોજેક્ટમાં પટણા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્ષેત્ર હેઠળના બેઉર ખાતે નમામી ગંગે યોજના હેઠળ બનાવાયેલ પાણી-ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવાન મ્યુનિસિપલ કાઉન્સિલ અને છપરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાણી પુરવઠા યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આ બંને યોજનાઓ હેઠળ સ્થાનિક નાગરિકોને ચોવીસ કલાક પીવાનું શુદ્ધ પાણી મળશે.

PMO દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, આ તમામ પરિયોજનાઓની લાગત રૂપિયા 541 કરોડની છે. તમામ પરિયોજનાઓના ક્રિયાન્વયન બિહારના નગર વિકાસ તથા આવાસ વિભાગ દ્વારા કરવામાં આવશે. વડા પ્રધાન જે સાત પ્રોજેક્ટનો ઉદ્ઘાટન કરશે તેમાં પટણા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્ષેત્ર હેઠળ બેઉર ખાતે નમામી ગંજ યોજના હેઠળ બાંધવામાં આવેલા જળ-ગટર યોજનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવાન મ્યુનિસિપલ કાઉન્સિલ અને છપરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાણી પુરવઠા યોજનાઓ શરૂ કરવામાં આવશે. આ બંને યોજનાઓ હેઠળ સ્થાનિક નાગરિકોને ચોવીસ કલાક શુદ્ધ પીવાનું પાણી મળશે.તો આ સાથે જ મુંગેર મહાનગરપાલિકામાં 'મુંગર પાણી પુરવઠા યોજના' નો શિલાન્યાસ કરવામાં આવશે.

યોજના પૂર્ણ થતા પાલિકા વિસ્તારના રહીશોને પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી મળી શકશે. આ ઉપરાંત જમાલપુરની પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પણ જમાલપુરની સિટી કાઉન્સિલમાં કરવામાં આવશે.વડા પ્રધાનના હસ્તે મુઝફ્ફરપુર રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ સ્કીમનો શિલાન્યાસ પણ નમામી ગંગે યોજના હેઠળ કરવામાં આવશે. આ અંતર્ગત મુઝફ્ફરપુર શહેરના ત્રણ ઘાટ (પૂર્વ અખાડા ઘાટ, સીડી ઘાટ, ચંદવારા ઘાટ) નો વિકાસ કરવામાં આવશે. શૌચાલય, માહિતી કિયોસ્ક, ચેન્જિંગ રૂમ, પાથવે, વોચ ટાવર્સ વગેરે જેવી વિવિધ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે.વડાપ્રધાન મોદીએ રવિવારે બિહારમાં 900 કરોડ રૂપિયાની પેટ્રોલિયમ પરિયોજનાઓનો ઉદ્ધાટન કર્યું હતું