દિલ્હી-

ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી) ના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટ અનુસાર અલ કાયદાના આતંકવાદીઓ પશ્ચિમ બંગાળમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આઈબીના અહેવાલ મુજબ, આતંકીઓની યોજના પશ્ચિમ બંગાળમાં અલ કાયદા મોડ્યુલ અને સ્લીપર સેલની મદદથી આતંકવાદી હુમલો કરવા માટે તૈયાર છે.

આ માટે, વૈશ્વિક જેહાદ અને વિદેશી હેન્ડલર્સ દ્વારા કટ્ટરપંથીકરણ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળના ઘણા નેતાઓ પણ અલ કાયદાના આતંકવાદીઓના નિશાના પર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ કાયદાએ પાકિસ્તાનના કરાચી અને પેશાવરમાં આતંકવાદીઓની ભરતી માટે એક નવું ઓનલાઇન ભરતી કેન્દ્ર શરૂ કર્યું છે. એનઆઈએના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં 11 અલકાયદાના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, અલ કાયદા મોડ્યુલની પૂછપરછ દરમિયાન એનઆઈએને તાજેતરમાં ઘણી ચોંકાવનારી માહિતી મળી હતી.

એનઆઈએને પૂછપરછ કરતા અલ કાયદાના મોડ્યુલથી ખુલાસો થયો કે પાકિસ્તાનમાં બેઠેલ અલ કાયદાના હેન્ડલર પશ્ચિમ બંગાળના યુવાનોને ઓનલાઇન ભરતી કરી રહ્યા છે. આ ખુલાસા બાદ એજન્સીઓ સાવધ થઈ ગઈ છે.