/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ઉત્તર તરફથી બર્ફિલા પવન ફૂંકાતાં ઠંડીનો ચમકારો તાપમાન ૧૮.૪૦ હિલસ્ટેશન જેવો માહોલ

વડોદરા : વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એઠળ વાદળિયા વાતાવરણ વચ્ચે હિલસ્ટેશન જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. કમોસમી વરસાદ સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે. જ્યારે ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતાં શહેર ઠંડુંગાર બન્યું છે. તેમાંય વહેલી સવારે અને રાત્રે તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીના ચમકારાને પગલે ગરમ વસ્ત્રોના બજારમાં ભારે ભીડ જામી રહી છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ર૭.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૮.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૯૨ ટકા જે સાંજે ૭૦ ટકા અને હવાનું દબાણ ૧૦૧૧.ર મિલિબાર્સ તેમજ ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૮ કિ.મી. નોંધાઈ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution