વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ અને જિલ્લા-તાલુકા પંચાયતો તથા નગર પાલિકાઓની ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને માટે દાવેદારો મોટા પ્રમાણમાં ઉભા થવા પામ્યા છે. ભાજપને સત્તા મળશે જ એવી સત્તા લાલસાને લઈને ઉમટી પડેલા દાવેદારોને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ટિકિટની ફાળવણીને માટે કેટલાક આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં જેઓએ ત્રણ ટર્મ પુરી કરી હોય અને જેઓની ઉમર ૬૦ વર્ષ કરતા વધુ હોય એવા કોઈને ટીકીટો આપવામાં આવશે નહિ. પરંતુ આને લઈને ભાજપમાં દાવેદારો વધતા ઘટાડવાને માટે ઘડાયેલા નિયમો સામે ઉકળતો ચરૂ જાેવા મળી રહ્યો છે. એટલું જ નહિ આને કારણે પક્ષને માટે બાવાના બેઉ બગડ્યા જેવી સ્થિતિ સર્જાવવા જઈ રહી છે. જેઓ પક્ષને સત્તા મળે એને માટે સતત મહેનત કરીને ઇમેજ બનાવીને ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. એવા ઉમેદવારોમાં ભારે ગણગણાટ જાેવા મળી રહ્યો છે. જેઓ એવો દાવો રજુ કરી રહયા છે કે અમારા સ્થાને નવાને કે પછી ભૂતકાળમાં ચૂંટણી લઢેલા પરંતુ હારી ગયેલાને ટીકીટ ફાળવીને લઢાવવામાં આવશે તો તેઓના જીતવાની કેટલી ગેરંટી પક્ષને છે? એવો પ્રશ્ન પૂછી રહ્યા છે. તેમજ તેઓ એવો સુર ઉઠાવી રહયા છે કે ત્રણ ટર્મ પુરી કરનારની ટીકીટ કાપવામાં આવે તો હારેલાને ટીકીટ આપવામાં આવે નહિ. આ અવાજને બુલંદ કરવાને માટે કેટલાક નેતાઓ સોશ્યલ મીડિયા થાકી આ વાત વહેતી કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ વાઘના મોઢામાં હાથ કોણ નાખે એ વિચારે આ બાબતમાં આગળ રજૂઆત કરવામાં વિલંબ થઇ રહયાનું જાણવા મળ્યું છે. જાે કે કેટલાક ચોથી તારીખે યાદી જાહેર થાય એ પછીથી બળવો કરવાનું કે પછીથી સાયલન્ટ રહીને પક્ષના જ ઉમેદવારોને હરાવવાનું કામ કરશે એવો ગણગણાટ કરી રહ્યા છે. બીજી બાજુ વિપક્ષ પણ તીરછી નજરથી આવો કોઈ ખેલ ખેલાય એની પર નજર રાખી રહ્યું છે.


ભાજપના ઉમેદવારો ૪થીએ નક્કી થશે

વડોદરા ઃ વડોદરા મહાનગર પાલિકાના ૧૯ ઈલેક્શન વોર્ડના ૭૬ ઉમેદવારોને માટે યોજાનાર ચૂંટણીઓમાં પૂર્વ શાસક પક્ષ ભાજપમાંથી ટીકીટ મેળવવાને માટે પાંચે પાંચ વિધાનસભા ક્ષેત્રમાં પ્રદેશ નિરીક્ષકો દ્વારા દાવેદારોને રૂબરૂમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં દાવેદારો ઉમટી પડ્યા હતા. જેમને લઈને કોના પર પસંદગીનો કળશ ઢોળવો અને કોનું પત્તુ કાપવું એ પ્રશ્ને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત મોટી માત્રામાં દાવેદારોને લઈને બળવો થવાના પણ એંધાણ વર્તાઈ રહયા છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વડોદરા પાલિકાના પૂર્વ શાસકોના પક્ષ ભાજપના મુરતિયાઓની યાદી ૪થીએ બહાર પાડવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી ઉમેદવારી પત્ર ભરવાના એક દિવસ પહેલા કોઈને બળવો કરવાની પૂરતી તક મળે નહિ એવી ગણતરી મુકવામાં આવી રહી છે. આ ઉપરાંત વધુ પડતી દાવેદારીને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ૬૦ વર્ષની ઉપરની ઉમર ધરાવનારને અને ત્રણ વખત ચુંટાયેલાઓને અને એકજ પરિવારના નેતાઓના સગાઓને ટીકીટ આપવામાં આવશે નહિ. એવો ર્નિણય જાહેર કરીને અનેકના પત્તા આપોઆપ કાપી નાખ્યા છે. ત્યારે આ સંજાેગોમાં સગાવાદની બાદબાકીને લઈને કેટલાય નેતાઓ ધુંઆપુંઆ બની ગયા છે. જેઓ પોતપોતાના રાજકીય ગુરુઓ, ગોડફાથરો અને અન્યોના દબાણ લાવીને પોતાના પરિવારના સભ્યોને ટીકીટ અપાવવાને માટે એડી ચોટીનું જાેર અને દબાણ લગાવી રહ્યા છે. જેને લઈને આગામી દિવસોમાં ઉમેદવારોના નામની જાહેરાત થયા પછીથી જેઓ કપાયા હશે તેમના દ્વારા બળવો થવાની શક્યતાઓને ખુદ પક્ષના આંતરિક સૂત્રો નકારી રહ્યા નથી.જાે કે શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં યાદી જાહેર થયા પછીથી શિષ્ટના ધજાગરાઓ ઉડશે એ બાબતને પણ સૂત્રો નકારી રહ્યા નથી. પરંતુ ઘરની વાત ઘરમાં જ રહેશે એમ જણાવી આ બળવાને કોઈને કોઈ પ્રકારના બળવાખોરોને પ્રલોભનો આપીને દબાવી દેવામાં પણ આવે તો નવાઈ પામવા જેવું રહેશે નહિ એમ સૂત્રોએ ઉમેર્યું હતું.