જીનીવા-

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારીની ઝપટમાં છે. ત્યારે આ વચ્ચે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંગળવારે માંગ કરવામાં આવી છે કે મહામારીનાં વધુ ફેલાવાને અટકાવવા બજારોમાં જીવતા જંગલી સ્તધાનરી પ્રાણીઓનાં વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘માણસોમાં ફેલાઇ રહેલા ૭૦ ટકા સંક્રમણનાં રોગ પ્રાણીઓ, ખાસ કરીને સ્તનધારી પ્રાણીઓનાં કારણે થાય છે. જંગલી, પ્રાણીઓમાં નવા રોગો થવાનું જાેખમ રહેલું છે. ‘આપને જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં, 'હુ' નાં નિષ્ણાંતોની એક ટીમ ચીન ગઈ હતી. આ ટીમે પણ પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે કોરોના વાયરસ પ્રાણીઓ દ્વારા સંભવતઃ માનવોમાં આવ્યો હતો.

અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સૌથી વધુ શંકાસ્પદ વાત એ છે કે ચામાચીડિયામાંથી કોરોના વાયરસ બીજા પ્રાણીમાં ગયો અને ત્યાંથી માણસોમાં ફેલાયો. સંશોધનકારોએ જીછઇજી-ર્ઝ્રફ-૨ વાયરસનાં ઉદ્ભવ માટેનાં ચાર મોટા કારણો ટાંક્યા. જેમા, એક પ્રાણી દ્વારા બીજા પ્રાણીમાં ચેપ ફેલાવાની શક્યતાને મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. ચામાચીડિયાથી સીધા માનવોમાં ચેપ થવાની સંભાવના નજીવી હોવાનું જાણવા મળ્યું છે.