હિંમતનગર,તા.૮ 

હિંમતનગર શહેરના મોતીપુરામાં રેનબસેરાની જગ્યા માટે ફાળવાયેલ જમીનમાં તાણી બાંધેલ બે મકાનના દબાણ પર મંગળવારે સવારે પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને કાર્યવાહીને અંતે ૧૦૦.૩૪ ચો. મી. જમીન ખુલ્લી કરાઈ હતી. આજુબાજુના અન્ય દબાણો પણ આગામી સમયમાં દૂર કરાશે. મોતીપુરામાં કેનાલની બાજુમાં રેનબસેરા બનાવવા માટે સિંચાઇ વિભાગ હસ્તકની જમીન પાલિકાને ફાળવી છે.જમીનમાં મકાનો તાણી બાંધી દબાણ કરાયા હોવાનું ધ્યાને આવ્યા બાદ પાલિકાએ નોટિસો આપ્યા બાદ મંગળવાર સવારથી દબાણ હટાવવાની કામગીરી શરુ કરી હતી. યશપાલસિંહ રાણાએ જણાવ્યું કે ૨.૦૯ કરોડના ખર્ચે નિર્માણાધીન રેનબસેરાની જગ્યામાં દિલીપભાઈ લાખાજી ભાટે ૭૫.૫૯ ચો.મી. અને સોની ચેતનભાઇએ ૨૪.૭૫ ચોમીનું દબાણ કર્યું હતુ.