દિલ્હી-

રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરકારનો વિરોધ આક્રમક બની રહ્યો છે. અહીં ન્યુઝ એડિટર ઇરિના સ્લેવિનાએ મંત્રાલયની ઓફિસની સામે આગ લગાવીને આત્મહત્યા કરી હતી. અગાઉ, ઇરિનાએ ફેસબુક પર લખ્યું હતું, "મારા મોત માટે રશિયન ફેડરેશનને દોષી ઠેરવવું." તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે પોલીસે લોકશાહી તરફી જૂથ ઓપન રશિયા સાથે જોડાયેલા સામાન માટે તેના ફ્લેટની તલાશી કરી હતી અને તેનો કમ્પ્યુટર અને ડેટા કબજે કરવામાં આવ્યા હતા.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ તેમને બચાવવા પ્રયત્ન કરે છે પરંતુ તેણી તેને ધક્કો મારી દે છે. આ પછી, તે પોતે પડે છે. ઈરિના તેના પતિ અને પુત્રી સાથે રહેતી હતી. રશિયાની તપાસ સમિતિએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી પરંતુ ફ્લેટની તલાશીની બાબતેને નકારી છે.

ઇરિના કોઝા પ્રેસ ન્યૂઝ વેબસાઇટની મુખ્ય સંપાદક હતી. ઈરિના એ સાત લોકોમાંથી એક હતી જેમના નિઝની નોવગોરોડ વિસ્તારમાં ઘરોની તલાશી લેવામાં આવી હતી. તેમના મૃત્યુ બાદ તેમની વેબસાઇટ બંધ કરી દેવામાં આવી છે. તેણે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે 12 લોકો બળજબરીથી તેના ફ્લેટમાં ઘૂસી ગયા હતા અને ફ્લેશ ડ્રાઇવ્સ, તેનો લેપટોપ, તેની પુત્રીના લેપટોપ અને ફોન લઇને ભાગી ગયા હતા. તે જ સમયે, તપાસ સમિતિ કહે છે કે ઈરિના તેના કેસમાં માત્ર 'સાક્ષી' હતી, શંકાસ્પદ કે આરોપી નહીં.

આ કેસ સ્થાનિક ઉદ્યોગપતિ સાથે સંબંધિત હતો. આ વ્યક્તિ ઉપર ચૂંટણી નજરની તાલીમ અને અન્ય મંચો માટે તેના બનાવટી ચર્ચનો ઉપયોગ કરવાનો આરોપ હતો. મળતી માહિતી મુજબ, ગયા વર્ષે એપ્રિલમાં ઓપન રશિયાએ 'ફ્રી પીપલ' ફોરમમાં ભાગ લીધો હતો જેમાં ઈરિના પત્રકાર તરીકે જોડાઇ હતી. આ માટે તેને 5 હજાર રુબેલ્સનો દંડ પણ કરવામાં આવ્યો હતો.