દિલ્હી-

દેશમાં કોરોનાના નવા કેસોમાં થોડો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના 3,62,727 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, 4,120 લોકો, આ રોગને કારણે મૃત્યુ પામ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 3,52,181 દર્દીઓ સ્વસ્થ બન્યા છે.ગુરુવારે સવારે સેન્ટ્રલ હેલ્થના આંકડા મુજબ, દેશમાં કોરોના કુલ 2,37,03,665 કેસ નોંધાયા છે. તે જ સમયે, 2,58,317 લોકો આ રોગને કારણે અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 37,10,525 છે. એક રાહત સમાચાર છે કે કોરોનાથી અત્યાર સુધી 1,97,34,823 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, જે રાહતની વાત છે. પરંતુ ગુરુવારે તેમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં, દેશનો પુન: સ્વસ્થ થવાનો દર 82.25 % પર આવી ગયો છે.આઈસીએમઆર અનુસાર છેલ્લા 24 કલાકમાં 18 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. 12 મેના રોજ 18,64,594 પરીક્ષણો થયા હતા. આજ સુધીમાં દેશમાં કુલ 30,94,48,585 પરીક્ષણો થયા છે.