અમદાવાદ-

પેટ્રોલ ડીઝલ નાં આસમાને પહોંચેલા ભાવ હાલના તબક્કે ઘટવાની કોઈ શક્યતા ન હોવાનો સ્પષ્ટ સંકેત ખુદ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયું માટે ખાસ આવેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ વધતા જતાં પેટ્રોલ ના ભાવ અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે આંતરાષ્ટ્રીય સ્તરે તેલ નો ભાવમા વધારો થયો છે.. સાથે સાથે દેશના 80 ટકા તેલ આપડે બહાર થી મગાવીએ છીએ પરિણામે ખર્ચાઓ પણ વધ્યા છે.તો બીજી તરફ હાલ કોરોના જેવી વિપરિત અસરોના કારણે આવક નથી જેથી હાલ નાં સમય મા રાજય કે કેન્દ્ર દ્રારા પેટ્રોલ ડીઝલ નાં ભાવો પર નો ટેકક્ષ હળવો કરવો પણ વ્યાજબી નથી.જોકે 2021-22 માં રાજય સરકાર ની આવક ઓછી થઈ છે. સામે ખર્ચ વધારે હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે દેશ અને રાજ્યોમાં વિકાસ ના કામો સતત ચાલતા રહેશે. પરંતુ ખર્ચ ના કારણે ટેક્સ માં ઘટાડી ની શકયતા હાલ નહી હોવાનો સ્વીકાર કર્યો હતો.જ્યારે પેટ્રોલ ડીઝલ ને જીએસટીમા સમાવવા મુદે કેન્દ્રીય મંત્રી એ સ્પષ્ટતા કરી હતી કે જીએસટી કાઉન્સિલ માં ચર્ચા નહિ થાય સામુહિક નિર્ણય કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે પરંતુ મારા મત મુજબ પેટ્રોલ / ડિઝલનો જીએસટી માં સમાવેશ થવો જોઈએ તેમ ધર્મેન્દ્રસિંહ પ્રધાન, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું છે.