દિલ્હી-

કોરોના વાયરસનો પ્રકોપ હજી સુધી થોભવાનું નામ લઇ રહ્યું નથી અને તેના નવા વેરિઅન્ટ ચિંતા વધારનાર સાબિત થઇ રહ્યા છે. આખી દુનિયામાં અત્યારે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી પગપેસારો કરી રહ્યા છે. જે વેરિઅન્ટે પહેલાં ભારતમાં બીજી લહેર દરમ્યાન ભારે તબાહી મચાવી હવે તે વેરિઅન્ટ ઓસ્ટ્રેલિયા માટે ખતરો બની ગયા છે. સિડનીમાં અત્યારે રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. અત્યારે ઓસ્ટ્રેલિયાના કેટલાંક વિસ્તારોમાં કડસ પ્રતિબંધ નાંખી દીધો છે. લોકોને ઘરમાં જ રહેવાનું ફરમાન સંભળાવી દેવામાં આવ્યું છે. મેલબર્નમાં પણ સ્થિતિ વિસ્ફોટક બની છે. ત્યાં પણ પ્રતિબંધોનો દોર શરૂ થઇ ચૂકયો છે.

સિડનીમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્વરૂપ લઇ ચૂકયું છે કે હવે હોસ્પિટલોમાં બેડની અછત ઉભી થવા લાગી છે. આ અછતને દૂર કરવા માટે પ્રશાસન આઉટડોર ટેન્ટ બનાવવા મજબૂર થઇ ગયા છે. હવે એ ટેન્ટમાં પણ કોવિડ દર્દીઓની સારવાર કરાશે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો સિડનીમાં કોરોનાના 1029 નવા કેસ સામે આવ્યા છે. તેમાં પણ ગ્રેટર સિડનીમાં એકલા 838 કેસ નોંધાયા છે. મળતી માહિતી પ્રમાણે ઓસ્ટ્રેલિયાએ કોરોનાને નાથવા માટે ગયા વર્ષથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 2000થી વધુ વેન્ટિલેટર તૈયાર કરી રાખ્યા હતા. પરંતુ હવે જ્યારે ડેલ્ટાના લીધે કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે પ્રાશનને પણ લાગી રહ્યું છે કે સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ ચોક્કસ વધુ છે. કહેવાય છે કે ઇમરજન્સી સર્વિસીસને વધારાઇ છે પરંતુ પડકાર ખૂબ જ મોટો છે તેનાલીધે ઓસ્ટ્રેલિયામાં હવે કોરોનાની સ્થિતિ બેકાબૂ થતી દેખાય રહી છે.