વિશ્વમાં ઘણી એવી બાબતો છે જે અન્ય કરતાં કંઈકને કંઈક વિશિષ્ટતા ધરાવે છે. અને આ વિશિષ્ટતા વિશે જાણીને તમને કદાચ નવાઈ પણ લાગશે કે આવું કઈ રીતે બને? ચાલો જાણીએ દેશ-દુનિયાની આવી જ કેટલીક અજાયબીઓ વિશે...યૂપીના જૉનપુર જિલ્લાની આ સત્ય વાત છે. જ્યાં અડધા ડઝન ગામમાં સેંકડા પરિવારો રહે છે. જેઓ મંગતા જાતિના છે. જેમના પરિવારમાં જ્યારે પણ કોઈ છોકરીની ઉંમર લગ્ન કરવા લાયક થઈ જાય તો સાર્વજનિક રીતે તે છોકરીની નિલામી કરવામાં આવે છે. એ જ સમાજના લોકોને તેમાં ભાગ લેવાનો અધિકાર હોય છે. બીજી કોઈ પણ જાતિના લોકો તેમાં નથી જોડાઈ શકતા. જે વ્યક્ત વધુ બોલી લગાવે છે તેની સાથે આ દુલ્હનની વિદાઈ કરવામાં આવે છે. આ સમાજના લોકો આ રિવાજને ઉન્નતિનો પર્યાય માને છે. છોકરીઓના લગ્નની તેમને ક્યારેય કોઈ ચિંતા જ નથી હોતી.

આ ગામના લોકો ક્યારેય દૂધ કે દૂધમાંથી બનેવેલી ચીજોને નથી વેચતા. પણ એ લોકોને મફતમાં આપી દે છે જેમની પાસે ગાય કે ભેંસો ના હોય. ધોંકડા ગુજરાતમાં આવેલું એક એવું જ ગામ છે. હાલના સમયમાં જ્યારે માણસાઈ ગાયબ થઈ ગઈ છે, જ્યાં કોકો કોઈને પાણી પણ મફતમાં નથી પીવડાવતા. શ્વેતક્રાંતિ માટે પ્રસિદ્ધ આ ગામ દૂધ, દહીં એમ જ આપી દે છે. અહીં પર રહેનાર એક વ્યક્તિ જણાવે છે કે તે મહિનામાં લગભગ 7500રૂપિયાનું દૂધ ગામમાંથી મફતમાં જ મળે છે.યૂપીનું આ ગામ પોતાની આ ખાસિયત માટે આખા દેશમાં જાણીતું છે. જેનું નામ છે જમપથના જાયવિકાસ ક્ષેત્રમાં આવેલું ગામ અમરોહા. અહીં આટલી અધધધ કમાણી પાછળનું કારણ છે ટામેટાં. અહીં ટામેટાંની ખેતી મોટા પાયે થાય છે. દેશમાં ભાગ્યે જ કોઈક ખૂણો હશે જ્યાં અમરોહામાં આવેલી સલારપુર ખાલસાની જમીન પર થતાં ટામેટાં ન જતા હોય. ગામમાં 17 વર્ષોથી ચાલતી ટામેટાંની ખેતીનું ક્ષેત્રફળ ફેલાતું જ જાય છે. અહીં 5 મહિનામાં 60 કરોડનો ધંધો થાય છે.અહીં રહે છે 350થી પણ જોડિયા જોડા. કેરળના મલ્લપુરમ જિલ્લામાં આવેલા કોર્ડનેહી ગામને જોડિયાના નામથી ઓળખવામાં આવે છે. તેમાં નવજાત શિશુથી લઈને 65 વર્ષના વડીલો પણ રહેલા છે. વિશ્વ સ્તર પર દરેક હજાર લોકોએ 4 જોડિયા બાળક પેદા થાય છે. એશિયામાં તો તે લગભગ 4% થી પણ ઓછા છે. પરંતુ કોર્ડનેહીમાં દરેક હજાર બાળકોએ 45 બાળકો જોડિયા પેદા થાય છે.