/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગુજરાતના આ શહેરમાં AMC સંચાલિત સ્માર્ટ શાળાનું ઉદ્ધાટન, વાલીઓ શાળાઓ તરફ આકર્ષાયા 

અમદાવાદ-

અમદાવાદના બહેરામપૂરા ખાતે આજે 2 શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે આ 2 શાળાઓને આજે ખુલ્લી મૂકી હતી. અધ્યતન ટેક્નોલૉજી સાથે આ શાળાઓ તૈયાર કરવામાં આવી છે. કોર્પોરેશનની શાળાઓ ખાસ કરીને વાલીઓ અને બાળકોના સારા ભણતર માટે અને ઘડતર માટે કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્ર બારોટ અને અન્ય કોર્પોરેશનના નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે બહેરામપુરાની શાળા નંબર 22 અને 23 ને અધ્યતન સ્કૂલોમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે આ વર્ષે કોર્પોરેશનની શાળાઓ તરફ વાલીઓ આકર્ષાયા છે અને મને ગર્વ છે કે આ વર્ષે 18 હજારથી વધુ બાળકોના એડમિશન થયા છે. કોર્પોરેશની સ્કૂલોમાં વાલીઓ બાળકોના એડમિશન કરાવી રહ્યા છે. પહેલા જે વાલીઓ આ શાળા તરફ જોતાં નહોતા તે જ વાલીઓ આજે અહી એડમિશન માટે લાઈનો લગાવી રહ્યા છે. અમદાવાદમાં શરૂ થયેલી શાળાઓની જો વાત કરીએ તો ઓછી ફી અને અધ્યતન પ્રયોગ શાળા, રમત ગમતના સાધનો, પ્લેનેટોરિયમ અને ક્રોમ બુકથી અભ્યાસ કરી શકે તે પ્રકારથી સજ્જ છે. આ શાળાઓમાં સ્કૂલ બોર્ડ નહીં પણ સ્માર્ટ બોર્ડ છે. ગૂગલ ફીચર થી ક્લાસ રૂમ સજ્જ છે. આ સાથે ગણિત ને વિજ્ઞાનની અલગ અલગ લેબ પણ છે. જે વિદ્યાર્થીઓને અહી ભણવા માટે મજબૂર કરી દેશે. કોર્પોરેશનની શાળાઓ અધ્યતન બનતા વાલીઓના માથેથી ભાર ઓછો થયો છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution