દિલ્હી-

સીબીએસઈ પછી હવે આઈસીએસઈ બોર્ડ દ્વારા પણ ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. જયારે ધો.12ની બોર્ડ પરીક્ષા સ્થગીત કરી છે તે પછી લેવી કે કેમ તે વિશે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. 1લી જૂને કોરોના હાલતની સમીક્ષા કરાયા બાદ આખરી નિર્ણય લેવામાં આવી છે. આઈસીએસઈ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા રદ કરવા તથા ધો.12ની પરીક્ષા સ્થગીત કરવાની સતાવાર જાહેરાત વેબસાઈટ પર કરી છે. શિક્ષકો-વિદ્યાર્થીઓની સૂરક્ષા જ સૌથી મોટી પ્રાથમીકતા છે એટલે પરીક્ષા ધો.10ની રદ કરવામાં આવે છે. આ પૂર્વે ગત સપ્તાહમાં સીબીએસઈ બોર્ડ દ્વારા પણ સમાન નિર્ણય લેવામાં આવ્યો હતો.