અમદાવાદ-

અમદાવાદમા આવતીકાલથી ધોરણ 10 અને 12 ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ધોરણ 10 ને 12ના વિદ્યાર્થીઓ 5 લાખ જેટલા છે જે આવતીકાલે પરીક્ષા આપશે જેમાં અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાં 53 હજાર જેટલા વિધાર્થીઓ આવતીકાલે પરિક્ષામાં બેસવાના છે. એક ક્લાસ રુમાંમાં 20 વિધાર્થીઓ બેસી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા પહેલા અને પછી ક્લાસરૂમને સેનેટાઇઝ કરવામાં આવશે. ક્લાસ રૂમમાં વિધાર્થીઓને માસ્ક ફરજિયાત માસ્ક પહેરવાનું કહેવામા આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે ની વ્યવસ્થા કરવાં આવશે. ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. કેટલાક શિક્ષણ સંઘટનો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ કોર્ટે સરકાર ને પરીક્ષા યોજવા માટે કહ્યું હતું.