અમદાવાદ-

અમદાવાદ કોર્પોરેશનની સ્માર્ટ શાળાઓ બની રહી છે. ગત એક વર્ષની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે. જ્યાં આગળ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે બાળકો છે અને અભ્યાસથી વંચિત ન રહે તે માટેની તમામ સુવિધાઓ છે, ત્યારે તંત્ર દ્વારા વધુ 103 શાળાઓ ગાંધીનગર જિલ્લાનું મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે તમામ કામગીરીઓ પૂર્ણતા અને ચોકસાઈથી થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી શાળામાં જતાં અચકાતાં બાળકોના વાલીઓ હવે ખાનગી જેવી હાઇટેક શાળાઓને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે તેનો ઉપયોગ કરશે. જેે ખાનગી શાળા કરતાં પણ વધારે સારું ભણતર અને અભ્યાસ મળી રહે તે માટે કોર્પોરેશન તંત્ર સજ્જ થઈ રહ્યું છે.

અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વધુ 103 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓની અભ્યાસને લઈને થતી તમામ પ્રવૃત્તિઓ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ્ઞાન આપશે. 103 નવી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદની શિક્ષણ સમિતિ દ્વારા ઝોનની રચના કરવામાં આવશે અને ઝોન પ્રમાણે વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.