દિલ્હી-

સરકારી ઓઈલ કંપનીઓએ આજે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરીથી વધારો કરી દીધો છે. 14.2 કિલોગ્રામના સબસીડી વિનાના સિલિન્ડરના ભાવોમાં 25 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. દિલ્હીમાં સબસીડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવો હવે રૂપિયા 25 વધીને 819 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 794 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવો હતા. 2021માં જ રાંધણગેસ સિલિન્ડરના ભાવોમાં 125 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જાન્યુઆરીમાં તેની કિંમત 694 રૂપિયા હતી જે હવે 819 રૂપિયા છે.

ગત ફેબ્રૂઆરીમાં સિલિન્ડરના ભાવો ત્રણ વખત વધ્યા હતા. સરકારે ચોથી ફેબ્રુઆરીએ એલપીજીના ભાવોમાં રૂપિયા 25નો વધારો કર્યો હતો. ત્યારબાદ 15મી ફેબ્રુઆરીએ 50 રૂપિયા અને 25મી ફેબ્રુઆરીએ 25 રૂપિયાનો વધારો કરાયો હતો. આમ, 1 ડિસેમ્બરથી આજ સુધીમાં ગેસ સિલિન્ડરના ભાવોમાં 225 રૂપિયાનો વધારો થયો છે.