અમદાવાદ-

ભારતીય સ્પીનર અક્ષર પટેલ અને અશ્વિન ની ફિરકીમાં ફસાઈને ધરાશાઈ થયેલી ઈગ્લેન્ડની ટીમ આજે ભારતને લો સ્કોરમાં સમેટવા માટે મેદાનમાં ઉતરશે તો, હરીફ ટીમ પર લીડ મજબુત કરવા માટે અને પાર્ટનરશીપને મજબુત કરવા માટે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નુ ઉદઘાટન થવાના બાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ની ટેસ્ટ શ્રેણીની શરુઆત થઇ હતી. મેચના પ્રથમ દિવસે જ ભારતીય સ્પિનરોના શાનદાર પ્રદર્શનને લઇને ઇંગ્લેંડ બેકફુટ પર આવી ચુક્યુ હતુ. જેમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન ની જોડીએ ડે નાઇટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઇંગ્લેંડને માત્ર 112 રન પર જ સમેટી લીધુ હતુ. તેના બાદ ભારતીય ટીમ એ પ્રથમ દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. આમ આ સમયે ટીમ ઇન્ડીયા મજબૂત સ્થીતીમાં છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી  ને એક વાતની ચિંતા સતાવી રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચિંતા દર્શાવતા કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાઇટ્સ દ્રશ્યતા પર સીધી અસર પડી શકે છે. સાથે જ ખેલાડીઓએ જલ્દી થી પોતાના તેને અનુરુપ થવુ પડશે. વિશ્વના સૌથી મોટા નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પારંપારિક ફ્લડ લાઇટ નથી, પરંતુ છતના પરિમાપમાં જ એલઇડી લાઇટ ફીટ કરવામાં આવી છે. જે દુબઇ ના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના 'રિંગ ઓફ ફાયર'ની માફક છે. જેના થી ફિલ્ડીંગ કરવામાં મુશ્કેલી આવી શકે છે.