લદ્દાખ,તા.૧૭ 

લદાખના ગલવાન વેલી સરહદ પર તંબૂ હટાવવાની બાબતે ચીની સૈનિકોએ ભારતના વીસ સૈનિકોને બર્બરતાપૂર્વક રહેંસી નાખતાં બન્ને દેશો વચ્ચે યુધ્ધની Âસ્થતિ આવી પડી છે. ભારતીય સેના અને પ્રજામાં ચીનની દગાખોરી સામે ભારે રોષ પ્રવર્તે છે. ભારતે તેની સેનાની ત્રણે પાંખોને હાઇ એલર્ટ પર રાખી દીધી છે. ગમે તે ક્ષણે ભારતે યુધ્ધ માટે તૈયારી રાખી છે. ભારત-ચીન સરહદની તમામ પોસ્ટ પર હાઈ એલર્ટ જારી કરી દેવાયુ છે. ઉત્તરાખંડ, હિમાચલ, અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખ જેવા સરહદી રાજ્યોમાં આઈટીબીપીની તમામ ચોકીઓ પર એલર્ટ જાહેર કરી દેવાયુ છે.સૂત્રો અનુસાર, આઇટીબીપીના જવાનો ઉપરાંત કેટલાક સ્થળે એલઆરપી અને એસઆરપીની સંખ્યા વધારી દેવાઈ છે. ભારત ચીન સરહદ પર નજર રાખવાની જવાબદારી આઈટીબીપી પર છે. ભારત-ચીન સરહદ પર બનેલા તમામ ૧૮૦થી વધારે બોર્ડર આઉટપોસ્ટને એલર્ટ કરી દેવાયા છે. તાજેતરમાં આઇટીબીપીએ લદ્દાખમાં બોર્ડર પોસ્ટ પર ૧૫૦૦ વધારે જવાનોની તૈનાતી કરી હતી.તિબેટથી હિમાચલ પ્રદેશના કિન્નોર અને લાહોલ-સ્પીતિ નજીક એલર્ટ જારી કરી દેવાયુ છે.

જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય ઃ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં ચીન સાથેના વિવાદ પર પહેલી વાર નિવેદન આપ્યુ છે પીએમ મોદીએ કÌš છે કે જે જવાનો શહીદ થઈ ગયા છે તેમની શહાદત વ્યર્થ જશે નહીં. આ સાથે જ તેમણે કÌš કે આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જાઈએ, તેઓ મારતા-મારતા મર્યા છે.

બુધવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાઈરસ પર ચર્ચા કરતા પહેલા પીએમ મોદીએ ચીન સરહદ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કÌš કે હુ દેશને વિશ્વાસ અપાવુ છુ કે જવાનોના બલિદાન વ્યર્થ જશે નહીં. બેઠકમાં શહીદ જવાનો માટે બે મિનિટનુ મૌન પણ પાળવામાં આવ્યુ.

પીએમ મોદીએ કÌš, અમે હંમેશા પાડોશીઓ સાથે મળીને કામ કર્યુ છે. હંમેશા તેમના વિકાસ અને કલ્યાણની કામના કરી છે. જ્યાં ક્્યારેક મતભેદ પણ રહ્યા છે. અમે હંમેશા એ પ્રયાસ કર્યો છે કે મતભેદ વિવાદ બની જાય નહીં. અમે ક્્યારેય કોઈને ઉશ્કેરતા નથી પરંતુ પોતાના દેશની અખંડતતા અને સંપ્રભુતાની સાથે સમાધાન પણ નથી કરતા.

શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ ઃ અમેરિકા

અમેરિકાએ જણાવ્યું કે ભારત અને ચીન બંનેએ પાછળ હટવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને અમે હાલની Âસ્થતિમાં શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ. ૨ જૂનના રોજ રાષ્ટÙપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં બંને દેશોએ ભારત અને ચીનની સરહદ પરની Âસ્થતિ મુદ્દે ચર્ચા કરી હતી. અમે એલએસી પર ભારત અને ચીનના સૈન્યની Âસ્થતિને મોનિટર કરી રહ્યા છીએ.

બન્ને દેશો વચ્ચેની અશાંતિ વિશ્વને સ્પર્શે તેવો ભય જાતાં ભારત-ચીનને સંયમ રાખવા યુએન મહાસચિવની અપીલ

ભારત અને ચીન વચ્ચે લદ્દાખના પૂર્વ હિસ્સામાં ગલવન ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણથી આંતરાષ્ટÙીય સમુદાયમાં ચિંતા પ્રસરી છે. સંયુક્ત રાષ્ટÙએ ભારત અને ચીન વચ્ચે એલએસી પર થયેલી હિંસા અને મોત મામલે ચિંતા વ્યક્ત કરી છે. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશોને વધુમાં વધુ સંયમ જાળવી રાખવાની અપીલ કરી છે.

સંયુક્ત રાષ્ટÙના મહાસચિવના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચે એલએસી પર હિંસા અને મોત મામલે અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અને બંને પક્ષોને સંયમ જાળવી રાખવાની સલાહ આપીએ છીએ. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતના જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ભારત પોતાના સૈનિકોને નિયંત્રણમાં રાખે

બેઇજિંગ ઃ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર હુમલો કરનારા ચીને ભારતીય સેના પર આરોપ લગાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ભારત સીમા પર પોતાના સૈનિકો પર નિયંત્રણમા રાખે. પ્રવક્તા જાઓ લિજિને જણાવ્યું છે કે, ભારતીય સૈનિકોની કાર્યવાહીને કારણે બંને જ પક્ષોની વચ્ચે ગંભીર શારીરિક અથડામણ થઈ હતી. ચીને ભારતીય પક્ષ સમક્ષ આ મામલે વાંધો પણ વ્યક્ત કર્યો છે. અમે ભારતને અપીલ કરી છે કે તેઓ ભારતીય સૈનિકો પર સીમાને પાર કરવા પર કડક નિયંત્રણ રાખે અથવા એકતરફી કાર્યવાહી ના કરે જે સીમાની Âસ્થતિને વધારે જટિલ બનાવી દેશે.

વડાપ્રધાને ૧૯ મીએ સર્વપક્ષીય બેઠક બોલાવી

ન્યુ દિલ્હી ઃ ભારત અને ચીન વચ્ચે ઊભી થયેલી સ્ફોટક Âસ્થતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ભારત-ચીન સરહદની Âસ્થતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. ૧૯ જૂને સાંજે ૫ વાગ્યે આયોજિત થનારી આ વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક પાર્ટીઓના પ્રમુખો સામેલ થઈ શકે છે.પીએમઓના Âટ્‌વટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલા,ગલવાન ઘાટીમાં ચીન સાથેના તણાવ બાદ મોડી રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્્યોરિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તેમજ વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપÂસ્થત રહ્યા. બાદમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે મોડી રાત્રિ સુધી આગામી રણનીતિ મુદ્દે મંથન ચાલ્યું હતું.

જવાનોની શહીદી પર ઁસ્ મોદી મૌન કેમ?ઃ રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મૌન પર જારદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પૂછ્યું કે વડા પ્રધાન ભારત-ચીન હિંસા ઉપર શા માટે મૌન છે? ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનામાં હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતનાં ૨૦ સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. સેનાએ આ વાતની પુÂષ્ટ કરી છે. વળી, ાં ચીની પક્ષને પણ ઘણું મોટુ નુકસાન થયુ છે. રાહુલ ગાંધીએ પોતાના Âટ્‌વટમાં કÌšં, “વડા પ્રધાન શા માટે શાંત છે? કેમ તે છુપાઈ રહ્યા છે? હવે બહુ થયુ. અમે જાણવા માંગીએ છીએ કે શું થયું છે. ચીનની આપણા સૈનિકોને મારવાની હિમ્મત કેવી રીતે થઇ? આપણી જમીન લેવાની તેની હિમ્મત કેવી રીતે થઇ?