દિલ્હી-

ટ્રેનની મુસાફરી પહેલાં મુસાફરોને ટિકિટને લઈને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટિકિટ બુકિંગને વધુ સરળ બનાવવા માટે, ભારતીય રેલ્વે દ્વારા 31 ડિસેમ્બરે નવી વેબસાઇટ શરૂ કરવામાં આવી. નવી વેબસાઇટ પર ટિકિટ બુક કરાવવી એકદમ સરળ અને ઝડપી હશે.

આઈઆરસીટીસીની નવી વેબસાઇટનું લોકાર્પણ કર્યુ હતું. રેલવે મંત્રાલયનું કહેવું છે કે આઇઆરસીટીસી વેબસાઇટ અને એપ્લિકેશનના અપગ્રેડ બાદ મુસાફરો પહેલા કરતા વધુ ઝડપથી ટિકિટ બુક કરાવી શકશે. એટલે કે, ટૂંક સમયમાં તમે ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) ની વેબસાઇટને નવા રંગ સ્વરૂપમાં જોશો. નવી વેબસાઇટમાં મુસાફરો માટે ઘણી સારી સુવિધાઓ હશે. આઈઆરસીટીસીનું કહેવું છે કે, નવી વેબસાઇટ વધારે ભારણ હોવા છતાં પણ અટકી જવાની કોઈ સમસ્યા નહીં થાય.

આટલું જ નહીં, નવી વેબસાઇટમાં પહેલા કરતા વધુ જાહેરાતો પણ દેખાશે. આ સાથે, આઈઆરસીટીસીને પણ વધુ આવક થવાની સંભાવના છે. જો તમારે ટિકિટ બુકિંગ સાથે ફૂડ બુક કરાવવું હોય તો નવી વેબસાઇટમાં તમને સરળતાથી ઓપ્શન મળશે. રેલ્વે મુસાફરોની વધતી સંખ્યાને જોતાં હવે નવી વેબસાઇટ પર દર મિનિટે 10,000 થી વધુ ટિકિટ બુક કરાશે. આઇઆરસીટીસી વેબસાઇટ જે હાલમાં સેવામાં છે, દર મિનિટે વધુમાં વધુ 7500 ટિકિટ બુક કરાઈ છે. રેલ્વેની ઇ-ટિકિટિંગ વેબસાઇટનો હેતુ મુસાફરોને તેમની ટ્રેન મુસાફરી માટે સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવાનો છે.

કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર, આઇઆરસીટીસીની નવી ઇ-ટિકિટિંગ વેબસાઇટ અને એપ્લિકેશન પર ટિકિટ બુકિંગમાં સરળતા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ અગાઉ વર્ષ 2018 માં, આઈઆરસીટીસીની વેબસાઇટનો નવો દેખાવ સામે આવ્યો હતો, જે હજી ચાલુ છે. એટલે કે, નવા વર્ષમાં મુસાફરોને નવી વેબસાઇટની ભેટ મળશે.