મુંબઈ-

ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીના વધારા સાથે ખુલ્યા હતા. વૈશ્વિક બજારોના સારા સંકેતો અને સ્થાનિક કંપનીઓ દ્વારા સારા પ્રદર્શનના પગલે શેર બજાર ખુલ્યું હતું.

શેર બજારને કોટક મહિન્દ્રા, એનટીપીસી અને એચડીએફસી બેંકનો સારો ટેકો છે. હાલમાં, 30 શેરોવાળા બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) સેન્સેક્સ ઈન્ડેક્સ 194.27 અંક એટલે કે 0.15 ટકાના વધારા સાથે 38,628.99 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે . બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ની 50 શેરો વાળા સેન્સેક્સ નિફ્ટી 65.45 ની સપાટીએ છે. તે 0.50 ટકાના વધારા સાથે 11457.05 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.