રાજપીપળા, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભારતનાં સંરક્ષણ વિભાગનાં ટોચનાં અધિકારીઓએ મુલાકાત લીધી હતી.ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અને સેનાની ત્રણેય પાંખનાં વડા અને ડ્ઢઇર્ડ્ઢંનાં ચેરમેન પણ આ મુલાકાતમાં જાેડાયા હતા, મહાનુભવોએ સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત, નૌકાદળ વડા- એડમીરલ કર્મબીરસિંગ, ભુમીદળ વડા-જનરલ એમ.એમ.નરવણે, હવાઇદળ વડા–એર ચીફ માર્શલ- આરકેએસ ભદોરીયા અને ડ્ઢઇર્ડ્ઢં ચેરમેન જી.સતીષ રેડ્ડીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતીમાનાં દર્શન કરીને ભાવંજલી અર્પી હતી.

એકતા પ્રતિમા સ્થળે તમામ મહાનુભવોએ પોતાનાં પ્રતિભાવો આપ્યા હતા.ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતે જણાવ્યુ હતુ કે, જે રીતે સરદાર સાહેબે દેશને એક કર્યો હતો આ રાષ્ટ્રભાવનાને બધા ભારતીયો ગર્વ મહેસુસ કરે છે.નૌકાદળ વડા એડમીરલ કર્મબીરસિંગે જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબની એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના આજે સાકાર થઇ છે. ભૂમીદળ વડા જનરલ એમ.એમ.નરવણેએ જણાવ્યું હતુ કે, પ્રતિમાં બહુ જ સારી રીતે બનાવવામાં આવી છે, આપણા આગેવાન સરદાર સાહેબને નમન કરૂ છુ. હવાઇદળ વડા એર ચીફમાર્શલ આરકેએસ ભદોરીયાએ જણાવ્યુ હતુ કે, એકતાની પ્રતિમાં બનાવીને લોખંડી મનોબળ ધરાવતા સરદાર સાહેબને સચી શ્રધ્ધાંજલી. ડીઆરડીઓ ચેરમેન જી.સતીષ રેડ્ડીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીનું આ સ્વપ્ન ખરેખર તકનીકી ચમત્કાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કેવડિયામાં ડિફેન્સ કોન્ફરન્સ ચાલી રહી છે. આવતીકાલે વડાપ્રધાન હાજરી આપવાના હોવાથી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહનું કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહ આજે સવારે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા. જયા નર્મદા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર ડી.એ.શાહ, વડોદરા રેન્જના આઇજી હરિકૃષ્ણ પટેલ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લઈ ઉચ્ચાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ સૌની સાથે તસવીર પડાવી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર ડી. એ. શાહે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની પ્રતિકૃતિ અને કોફી ટેબલબુક સ્મૃતિચિન્હ રૂપે અર્પણ કરી હતી.