આણંદ, તા.૨૨ 

બોરસદ તાલુકાના નાપા વાંટા ગામે મોલેસલામ ગરાસિયા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરાસિયા સમાજનો યોજાયેલો આ ૧૧મા સમૂહ લગ્નમાં ૧૫ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. કોરોના વાઇરસને લઈને સરકારના તમામ નિયમો અને સૂચનાઓનું પાલન કરીને આ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લાં ૧૮ વર્ષથી સતત ચાલતી સમુહ લગ્નની આ પરંપરામાં અત્યાર સુધી ૪૦૦થી વધુ દીકરીઓના લગ્ન કરી આપવામાં આવ્યાં છે. કોરોના વાઇરસને લઈને આખા વિશ્વ સાથે ભારતમાં પણ આર્થિક, સામાજિક, અને રાજકીય, ગતિવિધિઓ થંભી ગઈ હતી. જેને લઇને સરકારે હવે દરેક કામકાજ માટે નવા નિયમો અને સૂચનાઓ અમલ કરાવી આવા કાર્યક્રમોને કરવાની છૂટ આપી છે. બોરસદ તાલુકાના નાપા ગામે ૧૮ વર્ષથી સતત થતાં સમૂહ લગ્ન આયોજન આ વખતે પણ થયું હતું, પરંતુ આ વખતે કોરોના વાઇરસને કારણે સરકારની તમામ સૂચનાઓ અને નિયમોનું પાલન કરીને આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં ૧૫ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સંપૂર્ણપણે કાળજી રાખી દુલ્હા દુલ્હન પોતાના ઘરે રાખીને નિકાહ પઢાવ્યાં હતાં. તમામ યુગલોને કરિયાવર પણ આપવામાં આવ્યું હતું.  આણંદ જિલ્લા ગરાસિયા યુવા સંગઠનના પ્રમુખ મહેમુદભાઈ રાણાએ નાપા વાટાના સરપંચ અમિતભાઇ રાણા, અગ્રણી મોહમ્મદ અલી રાણાએ ( કભાઈ બાપુ ) તેમજ ગોસિયા કમિટીના તમામ સભ્યોએ ગામની તમામ કમિટીઓ, ગ્રામજનો, દાતાઓ અને શુભચિંતકોનો સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.