દિલ્હી-

ચીન સહિત પાકિસ્તાન પર નજર રાખવા માટે ભારતીય સેનાને ઇઝરાયેલનો હેરોન ડ્રોન આવનાર સમયમાં મળશે. ભારતને ૪ ડ્રોન મળશે.તેની વિશેષતા એ છે કે તે બે દિવસ સુધી ઉડાન ભરી શકે છે. આ ઉપરાંત ૧૦ હજાર મીટરની ઉંચાઇથી ટોલ લેવામાં સક્ષમ છે. ભારતમાં આવનાર ૪ ડ્રોન વધારે અઘતન છે અને એન્ટી જામિંગ ક્ષમતા પૂર્વની એડિશન કરતાં ઘણી સારી છે. આ ડ્રોન પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર દ્રારાસંરક્ષણ દળને અપાયેલી વિસ્તૃત ઇમરજન્શી આર્થિક સહાય હેઠળ કરવામાં આવી રહયા છે.સૈન્યને ઇમરજનશી આર્થિક મદદ માટે ૫૦૦ કરોડ આપવામાં આવ્યો છે.જેનો ઉપયોગ સાધનો અને સિસટ્‌મ ખરીદવા માટે કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર હોરોન ડ્રોન સિવાય અન્ય નાના ડ્રોન સેનાને આપવામાં આવશે,જેનો ઉપયોગ બટાલિયન કક્ષાનાં સૈનિકો દ્વારા કરવામાં આવશે,ડ્રોનનું સંચાલન સૈનિકો કરશે.