વડોદરા : પોતાની પુત્રવધૂને ઈરફાન પઠાણ સાથે સંબંધો હોવાના ગંભીર આક્ષેપો લગાવનાર સસરા ગઈકાલે પાણીમાં બેસી ગયા હતા અને ફેરવી તોડી ગેરસમજથી આ વીડિયો બનાવી વાયરલ કરવાની ભૂલી થઈ ગઈ હોવાનું અમદાવાદના જુહાપુરાના નિવૃત્ત એએસઆઈ ઈબ્રાહિમભાઈએ જણાવી વીડિયો વાયરલ કરી માફ માગી હતી. ત્યાર બાદ આજે જેની પર આરોપ લાગ્યો હતો એ પુત્રવધૂએ પણ વીડિયો બનાવી સાસુ-સસરા અને પતિની પોલ ખોલી નાખી હતી જેને લઈને ચકચાર જાગી હતી. ઈરફાન પઠાણ સાથે કોઈ સંબંધ નહીં હોવાનું જણાવી ભૂલ થઈ હોવાથી માફી માગી હતી. એ વીડિયોના બીજા જ દિવસે એટલે કે રવિવારે જેની ઉપર આરોપ લાગ્યા હતા એ પુત્રવધૂએ વીડિયો બનાવી સસરા, સાસુ અને પતિ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં ત્રણેય પુત્ર અવતરે એવી જ ઈચ્છા ધરાવતા હતા અને ગર્ભમાં બાળકી હોવાનું એમના ફેમિલી ડોકટરે જણાવતાં જ મારી ઉપર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવતો હતો. પુત્રવધૂએ વીડિયોમાં એમ પણ જણાવ્યું હતું કે ગર્ભમાં પુત્રી હોવાનું જાણ્યા બાદ પતિ રોજેરોજ નશો કરીને આવતો હતો અને મને ગર્ભપાત થઈ જાય એટલી હદે મારતો હતો. મારા પિતરાઈ ભાઈ જાેડે ટેલિફોન ઉપર વાતી કરતી હતી ત્યારે પતિએ ફોન ઝૂંટવી લઈ બંધ કરી દીધો હતો.

વાયરલ વીડિયોનો ઘટનાક્રમ

 • તા.૭મીએ જુહાપુરાના ઈબ્રાહિમભાઈએ પોતાની પુત્રવધૂને ઈરાફન

સાથે સંબંધો હોવાનો ચોંકાવનારો આક્ષેપ લગાવી વીડિયો વાયરલ કર્યો.

 • તા. ૮મી તારીખે એ જ ઈબ્રાહિભાઈએ ગેરસમજથી એ વીડિયો વાયરલ થઈ ગયો હોવાનું જણાવી પુત્રવધૂ અને ઈરફાનના સંબંધો અંગે ઈનકાર કરી માફી માગી.

 • તા. ૯મી તારીખે ખુદ પુત્રવધૂએ જ વીડિયોમાં સાસરિયાંની પોલ ખોલી પુત્ર લાલસામાં સાસરિયાં ત્રાસ ગુજારતા હોવાનું જણાવ્યું.