શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પુર્વપટ્ટીના ગ્રામ્ય તેમજ જંગલ વિસ્તારમા ગેરકાયદેસર થવાની ખનીજચોરીની બુમો ઊઠતી રહે છે. શનિવારના રોજ તાલુકાના શેખપુર ગામે ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામા આવ્યા હતા.જેમા માટીખનન કરતુ એક જેસીબી પકડી પાડવામા આવ્યુ હતુ.ખાણખનીજ વિભાગે આ મામલે ૨૫ લાખનો મૂદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામની જમીનમાં ખોદકામ થઈ રહ્યુ હોવાની માહીતીના આધારે ખાણખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામા આવતા ભારે દોડધામ મચી ગઈ હતી.જેમા ગોધરા ખાણખનીજની ટીમ દ્વારા તાલુકાના શેખપુર ગામમા આવેલી જમીનમાથી ખોદકામ કરતા એક જેસીબી મશીનને પકડી પાડ્યુ હતુ.શેખપુર ગામની જમીનમાથી ખોદકામવાળી જગ્યા પર રેડ પાડવામા આવી હતી.જેમા એક જેસીબી માટીનૂ ખોદકામ કરતુ હોવાથી ત્યા તપાસ હાથ ધરવામા આવતા જરુરી જવાબ ન આપી શકતા ગેરકાયદેસર રીતે માટી ખોદાતુ હોવાનુ તપાસમાં આવ્યુ હતુ.ખાણ ખનીજ વિભાગએ અંદાજે ૨૫ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો શેખપુર ગામે ખાણખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામા આવતા દોડધામ મચી જવા પામી હતી.ત્યારે ખનીજચોરો પોતે બચવા માટે અવનવી ટેકનીક વાપરી રહ્યા છે.પોતે અધિકારીઓની રેકી કરી રહ્યા છે.જેથી માહીતી ખનીજચોરો સુધી પહોચી જાય અને પકડવામાથી બચી જવાય.પણ ખાણખનીજ વિભાગે તેમનો દાવ ઉધો પાડી દીધો હતો. અહી ખનીજચોરીની બુમો ઉઠતી રહે છે.જેમા સફેદ પથ્થરની ગેરકાયદેસર જચોરીની બુમો ઉઠતી રહે છે.અહીની જંગલવિસ્તાર અને જમીનમાથી પથ્થરોની શહેરા તાલુકા ના સદનપુર, સગરડા, છોગાળા, ભોટવા, શેખપુર, ખટકપુર જેવા અન્ય ગામો માંથી ગેરકાયદેસર ચોરીની બુમો ઉઠતી રહે છે.ત્યારે શહેરા તાલુકા ના જવાબદાર તંત્ર દ્વારા પણ આ મામલે પગલા ભરવામા આવે તે જરુરી બની ગયા છે.