વલસાડ : કપરાડા તાલુકાના માંડવા ગામેં કાર્યરત ગુજરાત સરકાર મોડેલ સ્કુલ અને કે. જી. બી.ગર્લ હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ ની સુવિધા માટે ગત વર્ષે માર્ગ નો નિર્માણ થયો હતો . શાળા સુધી પહોંચવા માટે બનાવેલો રસ્તો માત્ર એક વર્ષમાં જ ધોવાઈ ગયા હતા. 

સરકારે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ની મુશ્કેલીઓ જોઈ ને કપરાડા તાલુકાના માંડવા ગામ માં ગુજરાત સરકાર મોડેલ સ્કુલ અને કે. જી. બી.ગર્લ હોસ્ટેલ સુધી જાવા માટે ગત વર્ષે માર્ગ નિર્માણ કર્યો હતો પરંતુ તંત્ર ની બેદરકારી ને કારણે કોન્ટ્રાક્ટરે માર્ગ નિર્માણ માં હલકી કક્ષા ના મટેરિયલ નો ઉપયોગ કર્યો હોવા થી નિર્માણ થયેલ માર્ગ માત્ર એક જ વર્ષ માં ધોવાઈ ને જર્જરિત થઈ ગયો છે માર્ગ માં પથરાઓ અને કપચી બહાર આવી ગઈ છે. બિસમાર બનેલ માર્ગ ને કારણે હાલે ચાલી રહેલી સ્કૂલ ની પ્રવેશ પ્રક્રિયામાં કર્મચારીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ અવર જવર કરવા માં ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. વિસ્તાર ના એક સામાજિક કાર્યકર્તા સ્કૂલ ની મુલાકાત કરતા સ્ફુલ પર હાજર વાલીઓ એ જર્જરિત માર્ગ ને લઈ બળાપો ઠાલવ્યો હતો ત્યારે રસ્તો ઘણોજ ખરાબ હોવાથી વાહન સ્ફુલ સુધી લઈ જઈ શકાતું નથી વાહન અડધે રસ્તે મુકી ને સ્કુલ પર જવાની ફરજ પડે છે રસ્તા ની હાલત જોઈ વાલીઓ વિદ્યાર્થીઓ ના અવર જવર બાબતે ચિંતિત થયા છે .