યમનમાં હુથીઓના મિસાઇલ મથકો પર ઇઝરાયેલનો બોમ્બમારો
25, ઓગ્સ્ટ 2025 ગાઝા   |   3366   |  

ઇઝરાયેલના હુમલામાં સનાના અનેક મકાનો હચમચી ગયા

ઇઝરાયેલે હમાસ ઉપરાંત હવે હુથી બળવાખોરો સામે મોરચો ખોલ્યો છે. ઇઝરાયેલ દ્વારા યમનમાં અનેક હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં હુથી બળવાખોરોની મિસાઇલોનો નાશ કર્યો હોવાનો દાવો ઇઝરાયેલે કર્યો હતો. હુથી બળવાખોરોને ઇરાનનું સમર્થન છે જેની સાથે પણ તાજેતરમાં ઇઝરાયેલ યુદ્ધ કરી ચુક્યું છે. ઇઝરાયેલના હુથીઓ પરના તાજેતરના હુમલાને પગલે ઇરાન સાથે પણ વિવાદ વધવાની શક્યતાઓ છે. હુથીઓ દ્વારા તાજેતરમાં હુમલા કરાયા હતા જેનો જવાબ આપવા હવે ઇઝરાયેલે આ મિસાઇલમારો ચલાવ્યો છે.

હુથીઓના હુમલાના જવાબમાં ઇઝરાયેલે સનામાં રાષ્ટ્રપતિ ભવન અને સૈન્ય મથક પાસે જ મિસાઇલો દાગી હતી. ઇઝરાયેલના સૈન્યએ નિવેદનમાં જણાવ્યું હતું કે હુથી બળવાખોરો ઇરાનના આદેશ પર કામ કરે છે કે જેથી ઇઝરાયેલ અને તેના સહયોગી દેશોને નુકસાન પહોંચાડી શકાય. ઇઝરાયેલ દ્વારા યમનની રાજધાની સના પર અનેક હવાઇ હુમલા કરાયા હતા, જેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. તાજેતરમાં યમન દ્વારા પણ ઇઝરાયેલ પર હુમલા કરવામાં આવ્યા હતા જેનો જવાબ આપવા માટે વળતો પ્રહાર કરાયો હોવાનો બચાવ ઇઝરાયલી સૈન્યએ કર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution