/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

છેતરપિંડી કરવા ૩ વર્ષમાં ૪ હજારથી વધુ સીમકાર્ડ ઇશ્યૂ કર્યાં

વડોદરા ઃ શહેરના આજવારોડ પર રહેતા યુવકને એન્જલ વર્લ્ડ ફાઈનાન્સ કંપનીનાના કર્મચારી તરીકે ઓળખ આપ્યા બાદ તેને ખાનગી કંપનીમાં શેરોમાં રોકાણ કરીને જંગી વળતર મેળવવાની ખાત્રી આપ્યા બાદ યુવક પાસેથી કુલ ૧૨.૦૬ લાખનું ઓનલાઈન રોકાણ કરાવીને નાણાંની ઉચાપત કરવાના બનાવમાં સંડોવાયેલા ત્રણ ગઠિયાઓની શહેર સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઠગ ત્રિપુટીએ માત્ર ત્રણ વર્ષમાં ૪ હજારથી વધુ ડમી સીમકાર્ડ મેળવી તેમજ ગ્રાહકોના ડેટાનું નજીવી કિંમતમાં વેંચાણ કર્યું હોવાની ચોંકવનારી વિગતો સપાટી પર આવતા પોલીસે ત્રિપુટીની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી છે.

આજવારોડ પર આવેલી જ્ઞાનાનંદ ગ્રીન સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ વરાટને ગત ૧૬મી ઓગસ્ટે અજાણ્યા વોટ્‌સએપ નંબરથી કોલ આવ્યો હતો અને ફોન કરનાર યુવતીએ પોતે એન્જલ વર્લ્ડ ફાઈનાન્સ કંપનીમાંથી શ્રધ્ધા પટેલ વાત કરે છે તેવી ઓળખ આપી હતી. ઠગ ટોળકીની સાગરીત યુવતીએ તેમને અલગ અલગ કંપનીના શેરમાં રોકાણ કરીને સારુ વળતર મળશે તેમ કહી પ્રવિણભાઈ પાસે રોકાણ કરાવ્યું હતું અને તેમને વિશ્વાસમાં લેવા માટે ૨.૧૬ લાખ તેમના ખાતામાં જમા કરાવ્યા હતા.

ત્યારબાદ એન્જલ વર્લ્ડ ફાઈનાન્સના નામે અલગ અલગ મોબાઈલ નંબર પરથી પ્રવિણભાઈને જંગી વળતરની ખાત્રી આપી કુલ ૧૨.૦૬ લાખનું રોકાણ કરાવ્યું હતું. જાેકે વળતર ચુકવ્યા વિના વધુ રોકાણ માટે દબાણ કરવામાં આવતા પ્રવિણભાઈને શંકા ગઈ હતી અને તેમણે રોકાણ કરેલા નાણાંની પરત માગણી કરી હતી પરંતું ગઠિયાઓએ ગલ્લાતલ્લા કર્યા બાદ ફોન રિસીવ કરવાનું બંધ કર્યું હતું જેથી પ્રવિણભાઈએ ગત ઓક્ટોબર માસમાં તેમની સાથે થયેલી ૧૨.૦૬ લાખની ઓનલાઈન ઠગાઈની શહેરના સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માંકડિયા તેમજ પીઆઈ બી.એન.પટેલ સહિતની ટીમે પ્રવિણભાઈને જે નંબરોથી સંપર્ક કરાયેલો તે તમામ નંબરોની ચકાસણી કરી હતી જેમાં એવી વિગતો મળી હતી કે જે તે વ્યકિતઓના દસ્તાવેજાેના આધારે તેઓના નામે બારોબાર સીમકાર્ડ ઈશ્યુ કરી તેમજ આ ડમી ફોન નંબરોના આધારે ઠગ ટોળકીએ બોગસ એકાઉન્ટ ખોલાવી તેમાં નાણાં ટ્રાન્સફર કરીને ઉપાડી લઈ કૈાભાંડ આચર્યુ છે.

આ ઠગાઈની ટેકનીકલ એનાલીસીસ કરી તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી પોલીસે સુરત અને મહેસાણાના વિવિધ જિલ્લામાં તપાસ કરી હતી અને ઉક્ત ઠગાઈમાં સંડોવાયેલા ક્રિષ્ણાકુમાર છગનસિંઘ રાજપુરોહિત (ધરોઈ કોલોની,વિસનગર, મહેસાણા મુળ રાજસ્થાન), રીન્કેશ અશોકભારતી ગોસ્વામી (શ્યામવિલા ગ્રીન,નરોડા, અમદાવાદ મુળ પાટણ) અને હર્ષ કીર્તિભાઈ ચૈાધરી (ગૈારવ ટાઉનશીપ, મહેસાણા-વિસનગરરોડ)ને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેઓએ ઉક્ત ગુનાની કબુલાત કરતા એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે તેઓએ ઓનલાઈન ઠગાઈ કરવા માટે વિતેલા ત્રણ વર્ષમાં જ ૪ હજારથી વધુ ડમી સીમકાર્ડ ઈશ્યું કરાવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારના હજારો લોકોના ડેટાનું પણ નજીવી રકમ વેચાણ કર્યું છે. પોલીસે ત્રિપુટી પાસેથી એક લેપટોપ અને છ મોબાઈલ ફોન જપ્ત કરી તેઓના બેંક એકાઉન્ટની તપાસ કરી શરૂ કરી છે.

પીએમજી ડિજિટલ સાક્ષરતા અભિયાનના સંચાલકે ડેટા વેચ્યા

આરોપી હર્ષ ચૈાધરી બી.એસસી.ના અભ્યાસ બાદ પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા અભિયાન ટ્રેનીંગ સેન્ટર ચલાવતો હતો જેમાં ટ્રેનીંગમાં આવતા ગ્રામ્યજનોનો ફોટા અને આધારકાર્ડનો ડેટા તેના મોબાઈલ અને લેપટોપમાં સ્ટોર કરતો હતો અને તે ડેટા તેણે રિન્કેશને પ્રત્યેક ડેટા દીઠ માત્ર ૨૦ રૂપિયામાં વેંચતો હતો. આ રીતે તણે મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના હજારો લોકોનો ડેટા વેંચતા તેઓના નામે ડમી સીમકાર્ડ ખરીદાયા હતા.

ક્રિષ્ણાના એકાઉન્ટમાં ૧.૮૮ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન

ગત ૨૦૧૮થી ગુજરાતમાં આવેલો ધો.૧૨ પાસ ક્રિષ્ણાકુમારે ક્રિષ્ણા એન્ટરપ્રાઈઝના નામે બેંકમાં એકાઉન્ટ ખોલવી તેનો ઓનલાઈન નાણાં ટ્રાન્સફર માટે ઉપયોગ કર્યો છે. ગત જાન્યુઆરી-૨૦૧૮થી સપ્ટેમ્બર-૨૦૨૩ના ગાળામાં ક્રિષ્ણાકુમારના ખાતામાં કુલ ૧,૮૮,૨૮,૪૪૫ રૂપિયાના ટ્રાન્જેકશન થયા છે.શહેરના આજવારોડ પર રહેતા યુવકને એન્જલ વર્લ્ડ ફાઈનાન્સ કંપનીનાના કર્મચારી તરીકે ઓળખ આપ્યા બાદ તેને ખાનગી કંપનીમાં શેરોમાં રોકાણ કરીને જંગી વળતર મેળવવાની ખાત્રી આપ્યા બાદ યુવક પાસેથી કુલ ૧૨.૦૬ લાખનું ઓનલાઈન રોકાણ કરાવીને નાણાંની ઉચાપત કરવાના બનાવમાં સંડોવાયેલા ત્રણ ગઠિયાઓની શહેર સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઠગ ત્રિપુટીએ માત્ર ત્રણ વર્ષમાં ૪ હજારથી વધુ ડમી સીમકાર્ડ મેળવી તેમજ ગ્રાહકોના ડેટાનું નજીવી કિંમતમાં વેંચાણ કર્યું હોવાની ચોંકવનારી વિગતો સપાટી પર આવતા પોલીસે ત્રિપુટીની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી છે.આ સમગ્ર કૈાભાંડના માસ્ટરમાઈન્ડ મનાતો રીન્કેશ માત્ર ધો.૧૨ પાસ છે અને તે વોડાફોનમાં સેલ્સમેનનું કામ કરતો હોઈ તેણે વોડાફોનના ડિસ્ટ્રીબ્યુટર તરીકે પીઓએસ રજીસ્ટ્રેશન કરાવી તેના હાથ નીચે એજન્ટના લોગીન બનાવી ડમી સીમકાર્ડ ઈશ્યું કર્યા છે. તે હર્ષ પાસેથી ગ્રામીણ લોકોના ફોટા અને આધારકાર્ડ મેળવી તેનાથી સીમકાર્ડ બનાવતો અને એક વ્યકિતના નામે તેણે ૪થી ૮ સીમકાર્ડ બનાવી માત્ર બે વર્ષમાં ૪ હજારથી વધુ સીમકાર્ડ બનાવ્યા છે અને આ ડમી સીમકાર્ડ માત્ર ૫૦૦ રૂપિયામાં ડબ્બા ટ્રેડીંગમાં સંડોવાયેલા તેમજ સ્ટોક માર્કેટના બહાને સલાહ આપતા ગઠિયાઓને સપ્લાય કર્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution