વડોદરા, તા.૨૭ 

જૈન સાધુ-સાધ્વી ભગવંતો ચાતુર્માસનો પ્રારંભ થયો હોય ત્યારે એક જગ્યાએ સ્થિરવાસ કરી જપ-તપ-વ્રત કરતા હોય છે. ચાલુ વરસે કોરોના મહામારીને લીધે ઘણાં બધાં ગુરુ ભગવંતોના ચાતુર્માસ સ્થાન બદલાયા છે.

જૈન સમુદાયના મોટા ગચ્છાધિપતિ આ.ધર્મધૂરંધરસૂરિ મ.સા.નું ચાતુર્માસ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ખાતે નક્કી થયું હતું. પરંતુ પૂ. ગુરુદેવ મુંબઈથી વિહાર કરી ઉત્તર પ્રદેશ વિહાર શરૂ કર્યો હતો. પણ લાકડાઉનના કારણે અમદાવાદ-ઓગણજ તીર્થ ખાતે રોકાવું પડયું. હવે મુરાદાબાદ પહોંચી શકાય તેમ ન હોવાથી શનિવારે પ.પૂ.ધર્મધુરંધરસૂરિ મ.સા. સાથે ૨૬ ઠાણાનો પ્રવેશ પાવાગઢ તીર્થમાં સરકારના નિયમ મુજબ ખૂબ જ સાદાઈથી થયો હતો.

દરમિયાનમાં ચાલુ વરસે ચાતુર્માસમાં બધાએ ઘરે રહીને જપ-તપ-વ્રત કરવા માટે અને નિયમિત દેરાસર જવું. રાત્રિ ભોજન ન કરવું તેવો નિયમ લેવડાવ્યો હતો. હાલમાં યુનિવર્સિટીમાં પણ ઓનલાઈન ભણાવવાનો આગ્રહ કરવામાં આવે છે. મ.સ. યુનિ.ના આર્ટસ ફેકલ્ટીના કે.કૃષ્ણન અને જૈન એકેડેમીના કો-ઓર્ડિનેટર શ્વેતા જેજુરકરે ગચ્છાધિપતિ આ ધર્મધુરંધરસૂરિ મ.સા. ઓનલાઈન કોર્સ શરૂ કરશે એમ જણાવ્યું હતું.