તામિલનાડુ-

તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ વિસ્ફોટમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા છે તો અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા છે. તો સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના કટ્ટૂમન્નારકોલી વિસ્તારમાં સ્થિત ફૈક્ટરીમાં થઈ છે. આ જગ્યા રાજધાની ચેન્નાઈથી 190 કિમીના અંતરે આવેલી છે. કુડ્ડાલોર જિલ્લાની ફેક્ટરીમાં થયેલા ઘડાકો દૂર સુધી સંભળાયો હતો. જેને પગલે થોડી વાર માટે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના કેવી રીતે બની તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.