ન્યુ દિલ્હી

દેશમાં સરકારી બેન્કનો ખાનગીકરણ વચ્ચે હવે કેન્દ્ર સરકારે એક નવી સરકારી બેન્કની સ્થાપનાને મંજૂરી આપી છે.ગુરુવારે સંસદમાં નેશનલ બેન્ક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ બનાવવા માટેના બિલને પસાર કરવામાં આવ્યુ હતુ. સરકાર આ બેન્કને શરુઆતમાં ૨૦૦૦૦ કરોડ રુપિયાની મૂડી આપશે.આગામી કેટલાક વર્ષોમાં બેન્ક માર્કેટમાંથી ત્રણ લાખ કરોડ રુપિયા એકઠા કરશે.જેના થકી પાંચ લાખ કરોડ રુપિયા સુધીની ઓલન આપવામાં આવશે.

નાણા મંત્રી ર્નિમલા સિતારમનનુ કહેવુ હતુ કે, આ બેન્કના કારણે નવી રોજગારી ઉભી થશે.આ પહેલા ૨૩ માર્ચે લોકસભાએ અને આજે રાજ્યસભાએ તેને મંજૂરી આપી હતી.આ બેન્કની સ્થાપના પાછળનો ધ્યેય દેશમાં વિવિધ ઈન્ફ્ર્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને ફંડિંગ આપવાનો છે.કારણકે બીજી બેન્કો લોન્ગ ટર્મ લોન આપવાના જોખમથી બચવા માંગતી હતી.આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે આ બેન્કને મંજૂરી આપી છે.

નિષ્ણાતોનુ માનવુ છે કે, ઈન્ફ્રા પ્રોજેક્ટને મૂડીની જરુર છે એટલે આ પ્રકારની એક બેન્ક સ્થપાય તે બહુ જરુરી હતુ.આ બેન્કમાં મોટા પેન્શન ફંડ, ઈન્સ્યોરન્સ ફંડના પૈસા લગાવાશે.આ પ્રકારના ફંડને ટેક્સમાં પણ છુટ મળશે અને બેન્કને મૂડી મળશે.