દિલ્હી-

સુપ્રીમ કોર્ટે સીબીએસઇઅને આઈસીએસઈની 12 માં ધોરણની પરીક્ષાઓને રદ્દ કરવાની માગ વાળી પિટિશન પર આજે સુનાવણી કરી. બોર્ડ પરીક્ષો પર નિર્ણયને લઇ સુનાવણી શરુ થતા જ સ્થગિત થઇ ગઇ. સુપ્રીમ કોર્ટે અટોર્ની જનરલના તર્ક પર કહ્યુ કે કેન્દ્ર સરકાર આના પર નિર્ણય લે.એટોર્ની જનરલને કોર્ટે કહ્યુ કે ગયા વર્ષે જે રીતે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો આ વર્ષે કેમ નથી લેવાઇ રહ્યો. અટોર્ની જનરલ વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે સરકાર 2 દિવસમાં આખરી નિર્ણય લેશે. સુનાવણી ગુરુવાર સુધી ટાળવામાં આવે. અમે એ દિવસે કોર્ટને આખરી નિર્ણયથી અવગત કરાવીશું.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને સીબીએસઇને કહ્યુ કે જો તેમણે પરીક્ષાની તારીખોને આગળ વધારવાનો નિર્ણય લીધો છે અને પરીક્ષા રદ્દ કરવા માટે ગયા વર્ષની નીતિનું પાલન ન કરવાનો ઇરાદો હોય તો તે માટે ઉચિત કારણ પણ જણાવે. આપને જણાવી દઇએ કે સૌથી વધારે રાજ્યો 12માં ધોરણની પરીક્ષાઓ આયોજિત કરવાના પક્ષમાં છે.કેટલાક રાજ્યોએ સીબીએસી દ્વારા ઓગષ્ટમાં મુખ્ય વિષયોની પરીક્ષાઓના પ્રસ્તાવિત વિકલ્પનું સમર્થન કર્યુ છે. આપને જણાવી દઇએ કે સીબીએસઇ સહિત અન્ય બોર્ડ દ્વારા ધોરણ 12ન પરીક્ષા રદ્દ થવાની સ્થિતિમાં વિકલ્પોને લઇ વિચાર કરવામાં આવી રહ્યા છે. આમાં એક પ્રસ્તાવ એ પણ છે કે સીબીએસઇ બોર્ડ ધોરણ 9,10 અને 11ના રિઝલ્ટના આધારે 12માં ધોરણના વિધાર્થીઓને માર્કસ આપી શકે છે.જો કે મળેલી જાણકારી પ્રમાણે વધારે રાજ્યોએ ઓગષ્ટમાં મુખ્ય વિષયોની પરીક્ષાને લઇ સીબીએસઇ દ્વારા પ્રસ્તાવિત વિક્લ્પનું સમર્થન કર્યુ છે.