મુંબઇ-

ચેન્નાઈના વરિષ્ઠ અધિવક્તા એપી સૂર્યપ્રકાશનમે મદ્રામ હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. જેમાં ઓનલાઈન ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધની સાથે આરોપીઓની ધરપકડ અને તને સાથે સંકળાયેલા લોકો ઉપર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સિવાય એવા સેલિબ્રિટી ઉપર પણ કાનૂની કાર્યવાહી થવી જાેઈએ જે આનું પ્રમોશન કરે છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ગેમ્બલિંગ એક કાનૂની ગુનો છે. જેના કારણે તમિલનાડુમાં યુવાઓની આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. કારણ કે ગેમ્બલિંગના કારણે આર્થિક નુકસાન પણ થાય છે.

આ મામલાની સુનાવણી ૪ અથવા તો ૫ ઓગસ્ટે થઈ શકે છે. પિટિશનમાં આ પ્રકારની ગેમ્બલિંગની તુલના બ્લૂ વ્હેલ ચેલેન્જની સાથે કરવામાં આવી છે. જેના કારણે કેટલાક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અરજીમાં આ પ્રકારની ઓનલાઈન ગેમ્બલિંગ ગેમની આદત થઈ ગઈ છે. કારણ કે આ ગેમ દ્વારા કેટલાક લોકોને કેસ બોનસ આપવામાં આવે છે.