મુંબઈ-

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને મુંબઈ પોલીસે ત્રીજી વખત સમન્સ પાઠવ્યું છે. મુંબઈ પોલીસ કંગના અને તેની બહેન રંગોલી ચંદેલની પૂછપરછ કરવા માંગે છે. આ સમન્સમાં કંગનાને 23 નવેમ્બર અને તેની બહેન રંગોલી ચંદેલને 24 નવેમ્બરના રોજ હાજર રહેવા જણાવ્યું છે. કંગના અને રંગોલી પર નફરત ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

અગાઉ કંગના રનૌતને સમન્સ મોકલવામાં આવ્યું ત્યારે તેણે તેના ભાઈના લગ્નને ટાંક્યા હતા કે તે મુંબઈ પહોંચી શકી નથી. વ્યવસાયે વકીલ અને ફરિયાદી કાશીફ અલી ખાને ગયા મહિને અંધેરી કોર્ટમાં રંગોલી અને કંગના સામે ફરિયાદ નોંધાવી હતી. કાશીફે કલમ 121, 121 એ, 124 એ, 153 એ, 153 બી, 295 એ, 298, અને 505 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. 

બે ધર્મો વચ્ચે તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બોલિવૂડ અભિનેત્રી ભારતના વિવિધ સમુદાયો, કાયદાઓ અને અધિકૃત સરકારી સંસ્થાઓનું સન્માન કરતી નથી અને ન્યાયતંત્રની મજાક પણ ઉડાવે છે. અંધેરી કોર્ટમાં વકીલ ખાસીફ ખાને કંગના રનૌત અને રંગોલી વિરુદ્ધ કોર્ટમાં દેશમાં બંને ધર્મો વચ્ચે સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે આરોપ મૂક્યો હતો. જેના પર 29 ઓક્ટોબરે અંધેરી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.