મુંબઇ 

કંગના રનૌતની વિરૂદ્ધ દાખલ કેસ મામલાની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે કંગનાને રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, અભિનેત્રી કંગના રનૌતની પાસે ટ્વિટર એકાઉન્ટ રાખવા અને તેના પર પોતાના વિચાર પ્રસ્તુત કરવાનો અધિકાર છે. જણાવી દઈએ કે કંગનાએ આપત્તિજનક ટ્વિટના આરોપમાં તેમની વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે.

સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકર્ટે આ અરજીકર્તા અલી કાસિફ ખાન દેશમુખને સવાલ કર્યો કે કંગનાના ટ્વિટ દ્વારા કેવી રીતે વ્યક્તિગત નુકસાન થયુ છે અને મુળભૂત અધિકારીનું હનન થયું છે. ન્યાયમૂર્તિ એસ.એસ.શિંદે અને ન્યાયમૂર્તિ એમ.એસ.કાર્નિકે મહારાષ્ટ્ર સરકારના વકીલ જયેશ યાગનિકને કહ્યું કે, આ અરજીને જનહિત અરજીમાં બદલવાની જરૂર નથી. નહિંતર વધારે લોકો આ સમાચાર વાંચશે આ કહેતા ન્યાયાલયનો દરવાજો ખખડાવશે કે તે દુઃખી છે. બેંચે કહ્યું કે, સંવેધાનિક અધિકાર અ સંવેધાનિક તપાસ એ અલગ અલગ વસ્તુ છે. આ એક અસ્પષ્ટ અરજી છે.

જ્યારે અરજીકર્તા અલી કાસિફ દેશમુખે કોર્ટને કહ્યું કે હું મારઠી અને મુંબઈકર છું. કંગનાએ અમને પપ્પુ સેના કહ્યું છે અને તે મારા માટે વ્યક્તિગત નુકસાન છે. અરજીકર્તાએ કહ્યું કે, કંગના રનૌતબે સમુદાય વચ્ચે દુશ્મની ફેલાવવાનું કામ કરી રહી છે અને કંગનાના ટ્વિટના માધ્યમથી તેમના ધર્મને ઠેંસ પહોંચી રહી છે. જેના પર જસ્ટિસ શિંદએ અરજીકર્તાને કહ્યું કે કોઈપણ વ્યક્તિ ટ્વિટર ઉપર એકાઉન્ટ બનાવી શકે છે. અને તેના પર પોતાના વિચાર રાખી શકે છે. તો તમારે બતાવવું પડશે કે કઈરીતે તમારા મૂળભૂત અધિકારો ઉપર પ્રહાર થયો છે.

કોર્ટના નિવેદન પર અરજીકર્તાએ કહ્યું કે, ફ્રી સ્પીચ અને હેટ સ્પીચમાં અંતર હોય છે. અરજીકર્તાએ કહ્યું કે મારી અરજી એ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કંગનાના ટ્વિટ દ્વારા કેટલી વખત મારી ભાવનાઓને ઠેંસ પહોંચી છે. કંગના રનૌતની વિરૂદ્ધ કેટલાક કેસ દાખલ છે. આ સિવાય કંગનાના ટ્વિટના કારણે મને માનસિક રીતે ત્રાસ મળી રહ્યો છે.બોમ્બે હાઈકોર્ટે હવે અરજીકર્તા અલી કાસિફ દેશમુખની અરજી ઉપર 7 જાન્યુઆરીએ સુનાવણી કરશે. જણાવી દઈએ કે આ પહેલા બોમ્બે હાઈકોર્ટ શિવસેના સરકાર અને બીએમસીને ફટકાર લગાવી ચૂકી છે. બીએમસીએ કંગના રનૌતના પાલી ખાતે આવેલી ઓફિસને ગેરકાનૂની કહીને તોડી પાડવાની કોશિશ કરી હતી.