મુંબઈ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન તાજેતરમાં જ બીજા પુત્રની માતા બની છે. તૈમૂર પછી કરીના અને સૈફનો બીજો પુત્ર છે. તાજેતરમાં કરીના કપૂર ખાને ઇન્સ્ટાગ્રામ પર તેના પુત્રની પ્રથમ ઝલક બતાવી હતી. હવે કરીના કપૂર ખાન પહેલીવાર મીડિયા કેમેરામાં કેદ થઈ હતી. કરીના તેના પતિ સૈફ અલી ખાન સાથે મર્સિડીઝ ટ્રાયલમાં ગઈ હતી. જોકે બંનેએ હજી સુધી કાર ખરીદી નથી. કરીનાએ આ દરમિયાન બ્લુ કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો હતો.


 કરીના કપૂર ખાને ૮ માર્ચ એટલે કે મહિલા દિવસ પર પોતાના નાના પુત્રની પહેલી ઝલક બતાવી. તેણે સોશિયલ મીડિયા પર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પોતાના નાના પુત્ર સાથે પહેલો ફોટો શેર કરતી વખતે કરીના કપૂરે કેપ્શનમાં લખ્યું - 'એવું કંઈ નથી જે મહિલાઓ કરી શકતી નથી. હેપ્પી વિમેન્સ ડે માય લવ. '


૨૧ ફેબ્રુઆરીએ કરીના અને તેના પતિ સૈફ અલી ખાને તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. અહેવાલ મુજબ સૈફ અને કરીનાએ 'ટાશન' પછી ડેટિંગ શરૂ કરી હતી, ત્યારબાદ તેમના લગ્ન ૨૦૧૨ માં થયા હતા અને કરીનાએ ૨૦૧૬ માં તેમના પહેલા સંતાન તૈમૂરને જન્મ આપ્યો હતો.