મહુધા, તા.૨૮ 

અયોધ્યામાં બની રહેલાં ભવ્ય રામ મંદિર માટે દેશના પ્રાચીન અને પવિત્ર સ્થળોની નદીઓનાં નીર એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. તેનાં ભાગરૂપે ખલાલ પાસેના વીરભદ્ર હનુમાન મંદિર નજીકથી પસાર થતી વેત્રવતી નદીનાં જળને મંદિરના મહંત દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતને અર્પણ કરવામાં આવ્યું હતું.

આ પવિત્ર જળને અયોધ્યામાં બનનાર રામ મંદિરના નિર્માણ માટે એકત્રિત કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી મુજબ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં બનનાર રામ મંદિર માટે દેશના પ્રાચીન અને પવિત્ર સ્થળોની નદીઓનાં નીર એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. તેનાં ભાગરૂપે ખલાલ પાસેના વીરભદ્ર હનુમાન મંદિર પાસેથી પસાર થતી વેત્રવતી નદીનાં જળને મંદિરના મહંતે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતને અર્પણ કર્યું છે. મંદિરના મહંત શ્રી યોગેશ્વરજી દ્વારા આ જળ અયોધ્યામાં પવિત્ર રામ મંદિરના નિર્માણમાં વપરાય તે માટે અર્પણ કરાયું છે. આ અંગે મંદિરના મહંતે જણાવ્યું હતું કે, વેત્રવતી નદી અતિ પ્રાચીન અને પવિત્ર છે, જેથી તેનું જળ પવિત્ર વાતાવરણ ઊભું કરે છે, જ્યારે આખા દેશમાંથી પવિત્ર નદીઓનાં જળ એકત્રીકરણ થતાં હોય ત્યારે આ નદીનું જળ પણ અયોધ્યા પહોંચે તે જરૂરી છે‌.

ખેડા જિલ્લાના કઠલાલ પાસે ખલાલ ગામ આવેલું છે. આ ગામમાંથી વેત્રવતી નદી પસાર થાય છે અને આ નદીનાં કિનારે વીરભદ્ર હનુમાનજીનું મંદિર આવેલું છે. આ અંગે વીરભદ્ર હનુમાનજી મંદિરના ભક્ત નરેશભાઈ વાણંદે જણાવ્યું હતું કે, વેત્રવતી નદી એ મહાભારત અને રામાયણ કાળથી વહી રહી છે. કહેવાય છે કે દર શનિવારના રોજ હનુમાનજી પણ આ નદીનાં પવિત્ર જળથી અભિષેક કરે છે, જેથી આ જળ અતિ પવિત્ર છે. કોઈ પણ બાળકને તાવ કે ગંભીર પ્રકારનો રોગ હોય તો આ જળથી સ્નાન કરવાથી તેને તેમાંથી મુક્તિ મળે છે, તેવુ મંદિરના ભક્ત નરેશભાઈ દ્વારા જણાવાયું છે. લોકો આ નદીનાં પવિત્ર જળથી લોકો સ્નાન કરી અને તેને ગંગા સમાન માને છે.