અમદાવાદ-

હાલ રાજ્યમાં કોરોના કાળ ચાલતો હોવાથી રાજ્ય સરકારના ST વિભાગ ની ઝૂઝ બસો રોડ પર દોડી રહી છે. પરંતુ હવે આગામી તહેવારોને જોતા લોકોની અવરજવરને ધ્યાનમાં લેતા દિવાળી માં એસટી વિભાગે એકસ્ટ્રાબસો દોડાવવાનો નિર્ણય લીધો છે. જેના અનુસંધાને એસટી વિભાગ રાજકોટથી 100 એકસ્ટ્રા બસ દોડાવશે. તહેવારોમાં લોકો હવે હરવા ફરવા જવાનું પસંદ કરતા હોય છે, ત્યારે એસટી વિભાગે ધાર્મિક પ્રવાસન સ્થળો સુધી એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. તહેવારો ટાણે લોકો એસટીની વાલ્વો બુકિંગમાં ધસારો જોવા મળતો હોય છે, જેના કારણે અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. ST વિભાગ દ્વારા હાલ લોકોનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે દિવાળીના તહેવારોને લઈ ST વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટથી કુલ 100 જેટલી એક્સ્ટ્રા બસો હવે દોડતી જોવા મળી શકે છે. જેમાં રાજકોટથી ધાર્મિક પ્રવાસન સ્થળો પર એક્સ્ટ્રા બસો એસટી વિભાગ દોડાવશે.