નવી દિલ્હી 

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પોપ્યુલર એક્ટર ચિરંજીવી સરજા ની પત્ની મેધના રાજ મા બની ગઇ છે. તેણે દીકરાને જન્મ આપ્યો છે જે બાદ તેની માહિતી ચિરંજીવી સર્જાનાં ભાઇ ધ્રુવ સર્જાએ સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, 'બેબી બોય, જય હનુમાન'. તો ધ્રુવ સર્જાની પત્ની પ્રેરણાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'મેઘનાને બેબી બોયનો આશીર્વાદ મળ્યો છે. આપની પ્રાર્થનાઓ અને સમર્થન માટે આપ સૌનો આભાર' એટલું જ નહીં સોશિયલ મીડિયા પર ચિરંજીવી સરજા અને મેઘનાએ ન્યૂ બોર્ન બેબીની એક ફોટો પણ વાયરલ થઇ રહી છે. આ ફોટોને એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. જેમાં ન્યૂ બોર્ન બેબી પાપા ચિરંજીવીની તસવીરની સામે નજર આવે છે. 

 

અન્ય એક ફોટોમાં ચિરંજીવી સર્જાનો ભાઇ ધ્રુવ સર્જા દીકરાને ખોળામાં લીધેલો નજર આવે છે. આફોટો હોસ્પિટલની છે આ ફોટોમાં ધ્રુવ સર્જા ખુબ જ ખુશ નજર આવે છે. પરિવારવાળા એમ કહી રહ્યાં છે કે આ નાનકડાં બાળકનાં રૂપમાં ચિરંજીવી ઘરે પરત આવ્યો છે. આપને જણાવી દઇએ કે, કાલે જ ધ્રુવ સર્જાએ તેનાં ભત્રીજા માટે ચાંદીનું એક ઘોડ્યું ખરીદ્યું હતું. જેનાં ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યાં હતાં. આ ઘોડીયાનો ભાવ 10 લાખ રૂપિયા જણાવવામાં આવી રહ્યો છે. સાઉથનાં સુપર સ્ટાર ચિરંજીવી તેનાં પહેલાં બાળકનો આતુરતાથી જ રાહ જોઇ રહ્યો હતો. પણ ચાર મહિના પહેલાં જ તેમનું નિધન થઇ ગયુ છે.


એક્ટરનાં મોત બાદ મેઘનાને પોતાનાં આવનારા બાળક માટે સંભાળી અને આખા પરિવારે પણ તેનું ખુબ ધ્યાન રાખ્યુ હતું. હાલમાં જ મેઘનાનો ખોળો ભરાયો હતો જેની તસવીરો વાયરલ થઇ હતી આ દરમિાયન સર્જા પરિવારે મેઘનાનાં પતિની કમીને પૂર્ણ કરવા માટે આ રસમમાં ચિરંજીવીનું કટઆઉટ મુકવામાં આવ્યું હતું. જેનાંથી લાગતું હતું કે, આજે પણ તે મેઘના સાથે ઉભો છે.