/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વિધાનસભા અધ્યક્ષે લીલીઝંડી આપી ત્યારે સ્થાનિક નેતાગીરી ગેરહાજર! 

વડોદરા : વડોદરા શહેરના પ્રતાપનગર ખાતેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તેળ્ મેમુ ટ્રેનને લીલીઝંડી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યક્રમમાં અધ્યક્ષ ટ્રેનને લીલી ઝંડી આપે એ પહેલા જ ભાજપની સ્થાનિક નેતાગીરીના અગ્રણીઓ અને શહેર ભાજપ સંગઠનના નેતાઓ રવાના થઇ ગયા હતા. શહેરમાં ઉચ્ચ કક્ષાના નેતા અને સ્થાનિક અગ્રણીઓ વચ્ચે ભારે મતમતાંતર અને વિવાદ હોવાની વાતને આ ઘટનાને લઈને ક્ષણભરમાં હવા લાગી ગઈ હતી. તેમજ વાયુવેગે આ વાત શહેર ભાજપના અગ્રણીઓ અને અન્યોમાં પહોંચતા જેટલા મોઢા એટલી વાતો શહેર ભાજપના નાનામાં નાના કાર્યકરથી ઉચ્ચ હોદ્દાએ બેઠેલા કાર્યકર સુધી થવા લાગી હતી. આમ ભાજપની સ્થાનિક નેતાગીરી ટ્રેનને લીલીઝંડી આપવાનો મોકો ચુકી જતા એ ભૂલને લઈને સમગ્ર પક્ષને માટે શરમજનક સ્થિતિમાં મુકાવવાનો વખત આવ્યો હતો. આ સંજાેગોમાં જે સમયે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતાપનગર ખાતે ટ્રેનને લીલી ઝંડી આપી ત્યારે સ્થાનિક નેતાગીરી ગેરહાજર રહી હતી. આ ભયાનક અને અક્ષમ્ય ભૂલ સમજાતા પાછા ફરેલા નેતાઓ પહોંચ્યા ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું, તેમજ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ટ્રેનને લીલીઝંડી આપીને રવાના કરી દેવાઈ હતી. આ બાબતને લઈને આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ ફરિયાદ થાય તો પણ નવાઈ પામવા જેવું રહેશે નહિ એમ ખુદ ભાજપના આંતરીક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જાે કે શહેર ભાજપના સંગઠન ગ્રુપના નેતાઓ આ ઘટના બાબતે પોતાનો લૂલો બચાવ પણ કરી રહ્યા છે. દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાની ટ્રેનોને વર્ચ્યુઅલ લીલી ઝંડી આપ્યા પછીથી કાર્યક્રમ પૂર્ણ થઇ ગયો છે એમ સમજીને સંગઠનના નેતાઓ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા લીલીઝંડી ટ્રેનને આપવાનું બાકી હોવાનું ધ્યાન પર આવતા બધા પરત ફર્યા હતા. પરંતુ ત્યારે ટ્રેન રવાના થઇ ચુકી હતી.  

મેમુ પ્રસ્થાન વખતે કોની કોની હાજરી?

ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સાંસ્કૃતિક નગરીને સરદાર ધામ કેવડીયા સાથે જાેડતી રેલ સેવાની મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા કેવડીયાને દેશના વિવિધ રાજ્યો સાથે જાેડતી અને આખા દેશના લોકો માટે સરદાર પ્રતિમા ધામની મુલાકાત સરળ બનાવતી ટ્રેન સેવાઓને પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. તે પછી આ મહાનુભાવોએ સ્ટેશન પર ઊભેલી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ,ધારાસભ્ય જીતુ સુખડીયા, ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાર, મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે, રાજમાતા , રમતવીરો, સંતો , ડો.વિજય શાહ અને પદાધિકારીઓ, પૂર્વ નગરસેવકો , કલાકારો, આદિજાતિ સહિત વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ ,કોર્પોરેટ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ રંજન બહેન ભટ્ટે વિસ્તાડોમ અમદાવાદ કેવડીયા જન શતાબ્દી ટ્રેનને આવકારી અને વિદાય આપી હતી.

હું પણ ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરી ટ્રેન સાથે ચાલતો હતો : મોદી

વડાપ્રધાન મોદીએ પોતાનો ભૂતકાળ યાદ કરતા જણાવ્યું હતું કે હું પણ ચાલુ ટ્રેન માંથી નીચે ઉતરી ટ્રેન સાથે ચાલતો હતો એક જમાનામાં વડોદરા ડભોઈ વચ્ચે નેરોગેજ રેલ્વે લાઇન હતી. હું એ જમાનામાં અવારનવાર વડોદરથી ડભોઈ નેરોગેજ રેલ્વે લાઈનમાં સફર કરતો હતો.એક જમાનામાં માતા નર્મદાથી મને વિશેષ આકર્ષણ રહેતું હતું.મારા જીવનની અમુક ક્ષણો મેં નર્મદા કિનારે પણ વિતાવી છે.નેરોગેજ ટ્રેનમાં સફર કરવાની એ મજા છે કે એની સ્પીડ ઘણી ધીમી હોય છે.ચાલુ ટ્રેનમાં કોઈ જગ્યાએ ઉતરી જાવ પછી પાછા ચઢી પણ જાવ.તમે આરામથી ટ્રેન સાથે ચાલી પણ શકતા હતા, ટ્રેન સાથે આરામથી ચાલી પણ શકો ત્યારે ચાલતા ચાલતા એવું પણ લાગે કે ટ્રેનની સ્પીડ ધીમી છે.હું પણ એની ઘણી વાર મજા લેતો હતો. હવે એ જ નેરોગેજ લાઈન બ્રોડગેજ થઈ રહી છે.

પ. રેલ્વે મિશન ૨૦૨૪ અંતર્ગત કામ કરી રહ્યું છે : આલોક કંસલ

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું કે કેવડીયામાં ૫૦૦ બેડની બજેટ હોટલ માટે સરકારે રેલ્વેને જમીન આપી દીધી છે. બજેટ હોટેલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરશે.હાલ જેટલા રૂટ પર ટ્રેનો ચાલી રહી છે એ લાઈનોમાં ડબલિંગ, લાઈન કન્વર્જન, નવી લાઈનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે.દિલ્હીથી મુંબઇ વચ્ચે ૨૦૨૪ સુધીમાં ૧૬૦ કિમિ પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવામાં આવશે.રાજપીપળા કેવડિયા રેલ્વે લાઈન જાે શરૂ કરવી હોય તો વચ્ચે મોટી નર્મદા નદી આવે છે એ નદી પર પુલ બનાવવો પડે એમ છે.જેથી ગુજરાત સરકાર સાથે મંત્રણા કર્યા બાદ આ મામલે વિચારવું પડશે.હાલ જે પણ રેલ્વે લાઈનો બંધ છે એ ફક્ત કોરોના મહામારીમાં પેસેન્જરો મળતા નહિ હોવાને લીધે બંધ કરાઈ છે.આર્ત્મનિભર યોજના હેઠળ અમદાવાદ કેવડિયા જન શતાપદી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચનું ભારતીય રેલ્વેના ઇતિહાસમાં પ્રથમ વખત નિર્માણ થયુ છે.ભવિષ્યમાં વિસ્ટાડોમ કોચની અન્ય ટ્રેનોમાં સંખ્યા વધારશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution