મુંબઇ-

કોરોના વાઈરસના વધતા ફેલાવાને કારણે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પખવાડિયું લોકડાઉન લંબાવતા મુંબઈના પરિવહન સેક્ટરમાં પણ ફરી એકવાર પંદર દિવસ સુધી ટ્રેનોમાં અત્યંત આવશ્યક સેવાના કર્મચારીઓ પ્રવાસ કરી શકશે, પરંતુ વધતા લોકડાઉનને કારણે મુંબઈ સબર્બન રેલવેને સરેરાશ રૂ. ૧,૨૭૪ કરોડનું નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. લોકડાઉન પૂર્વે મુંબઈ સબર્બન રેલવેની લોકલ ટ્રેનમાં ૮૦ લાખથી વધારે પ્રવાસી પ્રવાસ કરતા હતા, પરંતુ ગયા વર્ષે લોકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી આ વર્ષે તબક્કાવાર લોકડાઉનને લંબાવવામાં આવી રહ્યું હોવાથી ટ્રેનમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીની સંખ્યા ઘટીને દસ લાખથી ઘટી ગઈ છે, જ્યારે આગામી દિવસોમાં સંપૂર્ણ લોકડાઉન ક્યારે હટશે તેની કોઈ શક્યતા નથી. લોકડાઉનને કારણે મુંબઈ રેલવેમાં રોજની ૨,૪૦૦થી વધારે ટ્રેન દોડાવાય છે, જે અગાઉ ૩,૧૦૦થી વધારે ટ્રેન દોડાવતા હતા. લોકલ ટ્રેનની ટિકિટનું ભાડું ઓછું હોવાથી ખાસ કરીને મુંબઈ રેલવેને પહેલાથી નુકસાન થઈ રહ્યું છે. ગયા વર્ષે સંપૂર્ણ લોકડાઉનને કારણે વર્ષ મુંબઈ રેલવેને નુકસાનમાં વધારો થયો છે, તેમાંય વળી વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મધ્ય રેલવેને ૬૦૦ કરોડ તથા પશ્રિ્‌ચમ રેલવેને ૬૭૪ કરોડનું નુકસાન થયું હતું, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.