લદાખની ગલવાન ઘાટી માં 20 સૈનિકોની શહાદત બાદ ચીન ની વિરુદ્ધ દેશભરના લોકોમાં જોરદાર ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક સ્થળે લોકો ચીનના સામાનનો બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર એ ચીનને મોટો આંચકો આપ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની ત્રણ કંપનીઓના પ્રોજેક્ટ પર હાલ રોક લગાવી દીધી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે. હવે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવ્યા બાદ તેની પર કોઈ નિર્ણય લઈ શકાશે.જે પ્રોજેક્ટ પર રોક લગાવવામાં આવી છે તેમાં પુણેની નજીક આવેલા તાલેગાંવમાં ઇલેક્ટ્રિક વ્હીકલની મોટી ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 3500 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. મહારાષ્ટ્ર સરકારે થોડા દિવસ પહેલા 12 પર હસ્તાક્ષર કર્યા હતા. તમામ 3 ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટ હોલ્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 9 પ્રોજેક્ટનું કામ હાલ ચાલુ રહેશે. તેમાં બીજા દેશોની કંપનીઓ પણ સામેલ છે. નોંધનીય છે કે, તમામ રાજ્ય સરકારો પાસેથી ચીનના પ્રોજેક્ટ અને આયાત વિશેની જાણકારી માંગી હતી.