મહુધા : મહુધા તાલુકા પંચાયતની ૧૮ બેઠકોનું સરેરાશ મતદાન ૭૧ ટકા જેટલું થવાનું અનુમાન લગાવી શકાય છે, જેમા સૌથી વધુ મતદાન સાપલા બેઠક પર પાંચ વાગ્યા સુધીનું મતદાન ૮૧.૯૮ ટકા નોંધાયું હતું. મહુધા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોને જીત માટે એડીચોટીનું જાેર લગાવ્યું હતું. જેનાં પગલે પાંચ વાગ્યા સુધીનું ૬૮.૮૫ ટકા મતદાન નોધાતા બંને પક્ષમાં બહુમતી સાથે તાલુકા પંચાયત કબ્જે થવાની આશા જાગી હતી. જ્યારે પાંચ વાગ્યા સુધી સાપલા ૮૧.૯૮ અને ખુંટજ ૭૯.૯૦, જ્યારે સણાલી બેઠક પર ૭૫.૬૩ ટકા નોંધવામાં આવ્યું હતું. જેમાં મહુધા તાલુકા પંચાયતને કબ્જે કરવા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત ખેડા સાંસદે પણ એડીચોટીનું જાેર લગાવ્યું હતું. બીજી તરફ તાલુકાના ૮૦ ટકા બુથો પર મતદારો માટેના હેન્ડગ્લવ્ઝ સવારે ૧૧ વાગ્યાની આસપાસ ખુટી પડ્યાં હતાં. તેમજ મતદારો માટે સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપવાનો પણ અભાવ જાેવા મળ્યો હતો.