અમદાવાદ-

તાઉ-તે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકને ભાર નુકસાન થયું છે. તેમજ ઉનાળાની સિઝનમાં તૈયાર થતા કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે.

તાઉ-તે વાવાઝોડાએ ખેડૂતોના પાક પર પાણી ફેરવ્યું છે. ભારે પવનથી કેરીઓ ખરી પડતા તલાલાના ખેડૂતોને 25 કરોડનું નુકસાન થવાની આશંકા છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ ખેડૂતોની તબાહિના દ્રશ્યો સર્જ્યા છે. તૌકતે વાવાઝોડાને લઇ ખેતરોમાં ભારે નુકસાની થઈ છે. ભરૂચ, અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ ખાતે કેળ, પપૈયા અને કેરીના પાકને મોટું નુકસાન થયું છે. ભારે પવનના કારણે ખેતરોમાં પાકને અત્યંત નુકસાન થયું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં તમાકુના તૈયાર પાકને પણ ભારે નુકશાન થયુ છે.સૌરાષ્ટ્ર એ કેસર કેરીના પાકનું મુખ્ય મથક ગણાય છે. અહીં કુલ 16 લાખ આંબાના ઝાડ છે અને 8 લાખ મેટ્રિક ટન કેસર કરીનું ઉત્પાદન થયા છે. જો કે, હાલ 35 ટકા પાક લેવાયો છે અને 65 ટકા પાક લેવાનો બાકી છે. જો કે, તાઉ-તે વાવાઝોડાને કારણે આંબા પર રહેલા કેરીના પાકને ભાર નુકસાન થયું છે. મોટાભાગના આંબાના ઝાડ પરથી કેરી ખરી પડી છે. જેના કારણે કેરસ કેરીની ખેતી કરનારા ખેડૂતોને 25 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.તો બીજી તરફ તાઉ-તે વાવાઝોડાને પગલે દરિયા કાંઠાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.