ભરૂચ, દાન, ધર્મનો તહેવાર તરીકે પ્રખ્યાત મકરસંક્રાંતિનો તહેવાર આ વર્ષે આકાશી પતંગ યુદ્ધ ખેતલા પતંગરસિકો સરકારના કાયદા સામે લાચાર બન્યા હોવાનું જાેવા મળ્યું હતું. ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યની પ્રદક્ષિણા ૧૪ થી ૧૫ જાન્યુઆરીના બે દિવસ દરમિયાન થતી હોય છે. જેથી ધીરે ધીરે દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જાય છે.  

યુવાધન અને ખાસ કરીને બાળકો ઉત્તરાયણના દિવસે ઘર, બિલ્ડિંગના ધાબે ચઢી એકબીજાની પતંગના પેચ લગાવી કાયપો છે ના હર્ષોલ્લાસથી કાયપો છે નો નાદ કરતાં હોય છે, પણ આ વર્ષે કોરોનાના કહેરના કારણે સરકારે સોસિયલ ડિસ્ટન્સ જળવવાના નામે એક ફતવો જાહેર કરતાં જ પતંગરસિકો ભારે નિરાશ થયા હતા. સરકારે જાહેર કરેલા જાહેરનામા અને કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે ભરૂચ પોલીસ ધાબે ચઢી દૂરબીન વડે નિગરાની રાખી રહ્યું હતું. જેના ભયથી લોકો ધાબે પતંગ ચગાવવા પણ ગભરાતા હતા. જાેકે કાયદા વ્યવસ્થા જાળવવા દૂરબીનથી નિગરાની કરતાં પોલીસ તંત્ર નેતાઓની રેલીઓમાં અને કાર્યક્રમોમાં આટલી નિગરાની રાખવી જાેઈએ. નેતાઓ અને તેમના મળતીયાઓ માટે કાયદા એટલે ફાયદા બની રહ્યા છે જેવી લોકચર્ચાઓ પણ ચાલી હતી. ત્યારે આવનાર સમયે પોલીસ નિષ્પક્ષ રીતે નેતાઓની સભાઓ અને રેલીઓમાં પણ ચુસ્તતા બતાવી જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તે તો આવનાર સમયે ખબર પડશે પણ હાલ તો સ્પીકર માઇક વગર અને સોસિયલ ડિસ્ટન્સના જાહેરનામા વચ્ચે પતંગરસિકો માટે ઉત્તરાયણનો તહેવાર નિરાશાજનક રહ્યો છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તા. ૧૪ અને ૧૫ દરમિયાન ૧૩ થી વધુ પતંગ દોરીથી ઘાયલોને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાં પરખેત પીપળીયા ગામનો આશાસ્પદ યુવાન મહેન્દ્ર પરમાર મોટર સાયકલ લઈને રહાડપોર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પતંગની દોરી ગળાના ભાગે આવી જતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સ્થનિકોએ ૧૦૮ની રાહ જાેયા વગર ભરૂચ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ ગળાના ભાગે અંતિ ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.