માંજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે, અલ્પેશ લિંબાચિયાએ જે કાંઈ પત્રિકા બનાવી છે તે દુઃખદ બનાવ છે. આવું નહોતું કરવા જેવું. બંને જૂના મિત્રો હતા. બંને કાઉન્સિલરો છે, પછી આવી રીતે પત્રિકા બનાવવી એ દુઃખદ બાબત છે. જે કાંઈ મોટા કામોની વાત છે તે પાંચ છ વર્ષ પહેલાં મુકયા હોય અને આવા કામો આવતા હોય છે. નિલેશ રાઠોડને તો મેયર બને ચાર પાંચ મહિના થયા છે.