દાહોદ, ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર પિસ્તોલ અંગેની મળેલ બાતમીના આધારે ગઈકાલે બપોરે દાહોદ પડાવ ચોકી પાસે ત્રણ રસ્તા પર ગોઠવેલ વોચ દરમ્યાન દાહોદ એલ.સી.બી પોલીસે શંકાસ્પદ જણાતા બુલેટ ચાલકને રોકી તલાશી લઈ તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ એક કાર્ટીસ તથા મોબાઇલ તેમજ બુલેટ મળી રૂ.૯૫,૦૫૦/-ના મુદ્દામાલ સાથે બુલેટ ચાલકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર જીજે.૨૦.એપી.૧૨૬૨ નંબરની બુલેટ મોટરસાઇકલ પર છરછોડા ગામનો એક ઈસમ દેશી હાથ બનાવટની ચાલુ હાલતની માઉસર પિસ્તોલ લઈ દાહોદ આવતો હોવાની પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ એલ.સી.બી પોલીસે ગતરોજ બપોરના અઢી વાગ્યાના સુમારે દાહોદ પડાવ ટાઉન પોલીસ ચોકી નંબર (૨) ની સામે ત્રણ રસ્તા પર જરૂરી વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જાેતી ઊભી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી બુલેટ મોટરસાઇકલ ગરબાડા તરફથી આવતી નજરે પડતા વોચમાં ઉભેલ એલ.સી.બી પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાં જ પોલીસે તેને ઘેરી લીધી હતી

 બુલેટ મોટરસાયકલનાં ચાલકની અંગજડતી લઈ કમરમાં સંતાડી રાખેલ રૂપિયા દસ હજારની કિંમતની દેશી હાથ બનાવટની માઉસર પિસ્તોલ પકડી પાડી હતી. સાથે સાથે રૂપિયા ૫૦ ની કિંમતની એક કારતૂસ રૂપિયા પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા ૮૦ હજારની કિંમતની બુલેટ મોટરસાઇકલ મળી રૂ.૯૫,૦૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઇ તેની ધરપકડ કરી નામ સરનામું ઉસકા તેને પોતાનું નામ વિક્રમભાઈ દિપસીગભાઇ પલાસ ઉંમર વર્ષ ૨૪ રહેવાસી છરછોડા ખેડા ફળિયુ તાલુકા ગરબાડા હોવાનું જણાવ્યું હતું. આ સંબંધે દાહોદ એલ.સી.બી પોલીસે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત મુદ્દામાલ સુપ્રત કરી કાયદેસરની ફરિયાદ નોંધાવતા દાહોદ ટાઉન પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.