ઓડિશા-

રાજ્યમાં કોવિડ -19 કેસોની સંખ્યામાં વધારો થવાને લઈને ઓડિશા સરકારે ગુરુવારે કોવિડ -19 રસીના ડોઝની "અછત" ને કારણે 16 જિલ્લાઓમાં રસીકરણ ઝુંબેશ અટકાવી દીધી છે. આ વિશે માહિતી આપતાં અધિકારીએ જણાવ્યું કે, દિવસ દરમિયાન અંગુલ, બોલાંગીર, બાલાસોર, બરગઢ, ભદ્રક, દેવગઢ, ઢેંકનાલ, ગંજામ, જાજપુર અને ઝારસુગુડામાં રસીકરણની કવાયત અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ હતી.

અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે કંધમાલ, કેન્દ્રપરા, કોરાપુત, નબરંગપુર, સોનપુર અને સુંદરગઢમાં પણ કોઈ કોવિડ -19 રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના પાટનગર ભુવનેશ્વરમાં 72 સહિત ગુરુવારે રાજ્યમાં માત્ર 114 સત્રો યોજાયા છે, જ્યાં લોકોને કોવૈક્સિનની માત્રા આપવામાં આવી રહી છે. ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ કોવિશીલ્ડ રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ રસીના અભાવને કારણે 16 જિલ્લામાં રસીકરણ અભિયાન અટકાવી દીધું છે.

સવાર સુધીમાં માત્ર 19,520 કોવિડશિલ્ડ ડોઝ ઉપલબ્ધ

તેમણે કહ્યું કે, રાજ્યમાં આજે સવાર સુધીમાં માત્ર 19,520 કોવાશીલ્ડ ડોઝ અને 3,24,910 કોવાક્સિન શીશીઓ ઉપલબ્ધ છે. બીજી તરફ, સરકાર કોવિશિલ્ડ ડોઝના અભાવને કારણે બુધવારે 16 જિલ્લાઓમાં રસીકરણ કાર્યક્રમોનું આયોજન કરી શકી નથી. જોકે તેમણે આશા વ્યક્ત કરી છે કે શુક્રવાર સુધીમાં રાજ્યમાં છ લાખ શીશીઓનો સ્ટોક પહોંચી જશે.

દરમિયાન, ગુરુવારે ઓડિશામાં 3,087 લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતા. રાજ્યમાં કુલ કેસ 9,12,887 પર પહોંચી ગયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સંક્રમનને લીધે 45 નવા મોત સાથો મૃત્યુઆંક 4,063 પર પહોંચી ગયો છે.