/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

હાલોલ કુમારશાળા દ્વારા બાળકો માટે મી એન્ડ માય પ્લાન્ટ સ્પર્ધા

હાલોલ : કુમારશાળા,હાલોલ સાયન્સ ક્લબ અને ઇકોક્લબ દ્વારા ધોરણ ૧ થી ૮ ના બાળકો માટે ઓનલાઇન સ્પર્ધા મી એન્ડ માય પ્લાન્ટનું આયોજન સાયન્સ ટીચરના માર્ગદર્શનથી સમગ્ર સ્ટાફની મદદ લઈ કરવામાં આવ્યું હતું.જેમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના છોડ સાથે પોતાના વર્ગશિક્ષકને ફોટોગ્રાફ મોકલ્યા હતા સાથે દરેક વર્ગશિક્ષકે પણ વનસ્પતિ જતન તેમજ ગ્લોબલ વોર્મિંગ વિશે પણ બાળકોને સમજ આપી.આ સ્પર્ધામાં પ્રથમ આવેલ દરેક ધોરણના બાળકને આપવામાં આવેલ ઇનામ એ એક પેન્સિલ હતી પણ એ કોઈ સામાન્ય પેન્સિલ નહીં પણ એવી પેન્સિલ જે બાળકના મનમાં પર્યાવરણ ના જતનનું બીજ વાવી જાય.જે ઇનામ રૂપે આપેલી પેન્સિલની વિગતો આ મુજબ છે સ્કૂલોમાં બાળકોને લખવા માટેની પેન્સિલ શેમાંથી બને છે તેવો પ્રશ્ન કોઇ કરે તો તેનો સીધો જવાબ વૃક્ષ છે. વૃક્ષમાંથી પેન્સિલ બને છે, પરંતુ તે પેન્સિલથી વૃક્ષ બને છે તે વાત માન્યામાં ન આવે તેવી છે પરંતુ પેન્સિલમાંથી વૃક્ષો વાવવાની વાત કરીએ તો તે માન્યામાં ના આવે પણ એ પણ શક્ય છે અને તે પણ નવી પેઢીના બાળકોના હસ્તે વૃક્ષો વાવવામાં આવે તો અને બાળકોના મનમાંજે બીજ રોપાય પર્યાવરણના જતનનું આવી પ્રવૃત્તિ રૂપે એ તો આવનારી પેઢીને પણ સમૃદ્ધ કરી દે.વળી આ પેન્સિલ રિસાયકલ કરેલા કાગળમાંથી બનાવેલ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution