રાજકોટ  રંગીલા રાજકોટમાં દિવાળીની ધૂમ જાેવા મળી રહી છે. રવિવારે દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે રાજકોટની વિવિધ બજારોમાં ઉતરી પડ્યાં હતાં. જેને પગલે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા અને વાહનના પાર્કિંગની પ્રોબ્લેમ ઉભી થઈ હતી. એટલું જ નહીં ભીડ એટલે હતીકે, કેટલાંક ઠેકાણે ખરીદી કરવા આવેલાં ગ્રાહકોએ અન્ય ગ્રાહકો નીકળી એની રાહ જાેઈને દુકાનોની બહાર બેસી રહેવું પડ્યું હતું. જાેકે, આ સ્થિતિની વચ્ચે સૌથી વધારે કોઈ ખુશ હતું તો તે છે વેપારી. દિવાળીની ખરીદીમાં રવિવારે રાજકોટમાં એકજ દિવસમાં ૭૫ કરોડ રૂપિયાનો વેપાર થયો. ફટાકડા, મીઠાઈઓ અને કપડાં લેવા લોકો રીતસર લાઈન લગાવતા જાેવા મળ્યાં.દિવાળી પહેલાના છેલ્લા રવિવારે રાજકોટની ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, બંગડી બજાર, પેલેસ રોડ, કોઠારિયા નાકા, દીવાનપરા મેઈન રોડ સહિતની તમામ બજારોમાં સવારથી જ ખરીદી માટે લોકોની ભીડ જાેવા મળી હતી. જેમ જેમ દિવસ જતો હતો તેમ તેમ ખરીદી માટે લોકોની સંખ્યા વધી રહી હતી. બ્યુટી પાર્લરમાં ૧થી ૨૫ હજારનું પેકેજ છે છતાં ૨૪ કલાકનું વેઈટિંગ છે. અલગ- અલગ બજારની દુકાનમાં ૨૦-૨૦ મિનિટ સુધી બહાર ઊભા રહેવું પડે છે. બુધવારે દિવાળી હોય આ દિવસે વેપાર નીકળશે તે આશાએ વેપારીઓએ એડવાન્સમાં સ્ટોક કરી લીધો છે. પરતું ગ્રાહકો ખરીદી બેગણી કરી રહ્યા હોવાથી રવિવારે એક જ દિવસમાં ૭૫ કરોડથી વધુનો વેપાર રાજકોટની બજારોમાં થયો હતો. આથી વેપારીઓને ચાંદી ચાંદી થઇ ગઇ છે.રવિવારે એક જ દિવસમાં રાજકોટની તમામ બજારમાં રૂ.૭૫ કરોડથી વધુ વેપાર થયાનો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો હતો. વેપારીઓની અપેક્ષા કરતા બે ગણો વેપાર થયું હોવાનું રાજકોટ હોલસેલ મર્ચન્ટ એસોસિએશનના એડવાઈઝરી કમિટી મેમ્બર બિપીનભાઈ માનસેતાએ જણાવ્યું હતું. ઈલેક્ટ્રોનિક વેપારી રાજુભાઈએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને કારણે લોકોની ખરીદ શક્તિ વધી છે. ખાસ કરીને દરેક પ્રીમિયમ પ્રોડક્ટમાં ડિમાન્ડ વધારે છે. સમયસર ડિલિવરી મળી રહે તે માટે લોકોએ ડિસેમ્બર માસ સુધીના ઓર્ડર અત્યારથી જ બૂક કરાવી લીધા છે. હજુ દિવાળીને આડે ચાર દિવસ બાકી છે. ત્યારે આ ખરીદી વધવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. કાપડ, ફૂટવેર, હોમ ડેકોરેશન, ઈલેક્ટ્રિક- ઈલેક્ટ્રોનિક, ખાણીપીણી સહિતની બજારમાં ડિમાન્ડ નીકળી રહી છે. જાેકે કેટલાક લોકો પોતાનો વારો સમયસર આવી જાય તે માટે એડવાન્સમાં જ અપોઇન્ટમેન્ટ લઇ લે છે. કાપડ માર્કેટમાં લોકો રૂ. ૫ હજારથી લઇને રૂ. ૨૫ હજાર સુધી તો ઈલેક્ટ્રોનિક માર્કેટમાં રૂ. ૨૦ હજારથી લઇને રૂ. ૧ લાખ સુધીની ખરીદી કરી રહ્યા છે. બ્યુટી પાર્લરમાં રૂ. ૧ હજારથી લઇને રૂ.૨૫ હજાર સુધીના પેકેજ પસંદ કરે છે.